Breaking NewsCrime

ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયા પર હુમલો થયો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે.

ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયા પર હુમલો થયો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. હુમલાની આ ઘટના મહેસાણાના મોઢેરામાં બની હતી. પારિવારિક ઝઘડામાં મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ હુમલાની ઘટના પોલીસ સ્ટેશને પહોંચી છે.

સિંગર કાજલ મહેરિયાએ મોઢેરા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. કાજલ મહેરિયાએ પોતાના પર હુમલો થયો હોવાની મીડિયા અને પોલીસને માહિતી આપી હતી. સમગ્ર મામલે પોલીસે બે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયા ઈવેન્ટ ઓર્ગેનાઈઝરના ભાઈની ખબર પૂછવા માટે તેના ઘરે પહોંચી હતી તે દરમિયાન અચાનક ઈવેન્ટ ઓર્ગેનાઇઝર બાબાખાનના વિરોધીએ દોડી આવ્યા હતા અને અપશબ્દ બોલીને કાજલ મહેરિયા પર લાફો ઝીંકીને હુમલો કર્યો હતો. આ સાથે કાજલ  મહેરિયા ને માર પણ મારવામાં આવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 372

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *