ટેકસટાઇલ અને ડાયમંડ સિટી સુરતમાં તસ્કરો સક્રિય થઈ ગયા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામ પાસે આવેલા ગણેશનગરમાં તસ્કરોએ sbi બેંકના એટીએમને નિશાનો બનાવી ગેસ કટરથી કાપીને લાખો રૂપિયાની ચોરી કરી હતી. આટલું જ નહીં ચોરોએ પોતાની ઓળખ છુપાવવા માટે સીટીવી કેમેરા પર સ્પ્રે મારી દીધો હતો. આ બનાવ સામે આવતા જ પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે…..
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરતનો પાંડેસરા વિસ્તાર કે જ્યાં ગુન્હા ખોરી દિવસે ને દીવસે સત્ત વધી રહી હોય તેમ વધુ એક લૂંટની ઘટના સામે આવી છે જ્યાં વડોદગામ પાસે ગણેશનગર moonlight ની બાજુમાં આવેલા sbi બેંકના
ATMને ગેસ કટરથી કાપી 31 લાખની ચોરી કરી તસ્કરો ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. તસ્કરોએ ગુરુવારની રાત્રે ATMના CCTV પર સ્પ્રે મારી પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. સીબીઆઇ બેંકમાં જે રીતે ગેસ કટરથી ATM કાપી લાખો રૂપિયાની ચોરી કરાઈ છે એની પાછળ બહારની ગેંગ હોવાનુ અનુમાન કરાઈ રહ્યું છે.પોલીસે મુંબઈ બ્રાંચના સર્વરમાંથી CCTVની કોપી મંગાવી
દિવાળી પહેલા જ ચોરો એ એટીએમને ટાર્ગેટ બનાવી રૂપિયા 31 લાખની ચોરીને અંજામ આપતા પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી. હાલમાં તો પોલીસે મુંબઈ બ્રાંચના સર્વરમાંથી CCTVની કોપી મંગાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના પાંડેસરા લાખોની ચોરી..
પાંડેસરા વિસ્તારમાં atm નિશાન બનાવી કરવામાં આવી હતી ચોરી.
ગેસ કટીંગ એટીએમ મશીન કટીંગ કરી તસ્કરોએ ૩૧ લાખ રૂપિયા કરી ચોરી.
પાંડેસરા પોલીસ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચ થઈ દોઢથી.
સીસીટીવી આધાર પર આગળની તપાસ હાથ ધરી..