ગુજરાત ના ગોંડલ જિલ્લા માં જન્મેલા અને પચ્ચીસ પચ્ચીસ વર્ષ થી સુરત ને પોતાની કર્મભૂમિ બનાવી છે એવા પારસ પાંધી નું જીવન અતિશય સંઘર્ષ વાળું રહ્યું છે
મૂળ વેપારી સમાજ ના એટલે 9 માં ધોરણ થી જ નાના મોટા વેપાર કરવાનું શરૂ કર્યું જેવા કે .
કુરિયર નાખવા ,ન્યૂઝ પેપર વેચવા , ચપ્પલ ની દુકાન ચલાવી , બેકરી ચલાવી , કોલ સેન્ટર માં નોકરી , વાપી ખાતે વે વેઇટ હોટેલ માં વેઈટર , અને આવા જ 30 થી વધુ નોકરી ધંધા કર્યા
પારસ ભાઈ નું એવું કહેવું છે આજે મને જે આનંદ છે ત્યારે પણ મને એજ આનંદ હતો
તેમના પપ્પા એ 15 વરસ થી બધું લારી માં શાકભાજી અને સિઝનેબલ વ્યાપાર ની ફેરી ઓ કરી હતી અને પરિવાર માં ચાર વ્યક્તિ એટલે ભણવાની ઈચ્છા છોડી એમના પપ્પા ની જવાબદારી ને ટેકો કર્યો
અને 15 વર્ષ ની ઉંમરે એક પ્રોગ્રામ આપ્યો અને લોકો ને ખૂબ ગમ્યો ત્યાર પછી લોકો એ કદર કરી અને આત્મવિશ્વાસ વધાર્યો બસ આજે એજ વધારેલા આત્મવિશ્વાસ ના રિટર્ન મા લાખો લોકો ના આત્મવિશ્વાસ વધારી રહ્યા છે અને તેમની વાણી માં એવો પાવર છે કે લોકો ને પોતાના લક્ષ્ય થી મંજિલ સુધી પોહચડી દે છે
તેમનું એવું કહેવું છે કે એક પણ અક્ષર જાહેર માં નકામો બોલાય તે મારી સફળતા નથી
જે શબ્દ થી લોકો નું જીવન ના બદલે તે શબ્દ મારા માટે બકવાસ છે આવો સંદેશ જાહેર માં હોય છે
રહી વાત પૈસા ની તો 15 વરસ થી 500 થી વધુ કાર્યક્રમો કર્યા તેમાં છેલ્લા 3 વરસ થી જ પૈસા લે છે
લોકો તો ખૂબ ખૂબ ચાહે છે પણ ગુજરાત ના કલાકારો પણ ખૂબ ચાહે છે અને તેમને સાંભળે છે આવી છાપ ઉભી કરી છે
ફેસબુક ની અંદર 80 ટાકા થી વધુ વીડિયો મિલિયન માં છે અને 28 વર્ષ ની ઉમર એટલે કે તેમનો જન્મ 13 /05 /1992 માં થયેલો અને 22 વર્ષ સુધી 300 સ્કેર ફૂટ મકાન માં 4 સભ્યો ને ખૂબ જ ગરીબી માં વિતાવી હતી અને આજે ભવ્ય મકાન માં રહે છે અને સમયે નવી સાઇકલ લેવા માટે ક્ષમતા નહતી આજે એક હોન્ડા સીટી અને મરસીડીઝ રાખે છે
પારસ પાંધી જે સ્ટેટસ મુકે છે
એ સ્ટેટસ ગુજરાત નો યુવા વર્ગ
ખુબ પ્રેમ થી જોવે છે
તેમજ શેર કરે છે
તેમના લખેલા શબ્દો ઉપર લોકો જીવન બદલાઈ છે
અને જીવન માં પહેલી વાર એમણે વીડિયો શોંગ બનાવ્યું અને
શોંગ ના લેખક અને એક્ટર તે પોતે જ રહ્યા..
શીંગીગ એમનો વિશય નથી છતા
એમણે વિડીયો શોંગ બનાવ્યું
શુકામ વિડીયો આલ્બમ બનાવ્યું અને બનાવવા ના હેતુ મા અમે આપને ઘણું જણાવી દઈશું
અને તેમનું એવું કહેવું છે કે સાંજે સુતા હોય અને સવારે ના પણ જાગીએ તો માણસ નું કોઈ નક્કી નથી આ બધાને ખબર હતી પણ કોરોના ની મહામારી માંબધા એ શાંતિ થી ઘરે બેઠા બેઠા અનુભવ કર્યો કુદરત ધારે તે કરી શકે અને ભગવાને તંદુરસ્ત રાખ્યા તો આભાર તો માનવો પડે પણ કોઈ મજબૂત હેતુ વગર મજબૂત કામ કેમ થાય
પણ પછી હેતુ મળી ગયો
વાત ની શરૂવાત હવે…થાય છે
કોઈ માણસ માં કંઈક ખૂબી હોય તો તે ખૂબી લોકો સુધી ના આવે તો તેનું જીવન અસફળ કહેવાય અને તે ખૂબી ઓ કોઈ પણ હિસાબે બહાર આવવી જોઉએ
એટલે પારસ પાંધી એ ઘણા સારા ગાયક કલાકારો ને કહેતા કે આલ્બમ સોન્ગ બનાવો
અને તે એવા કલાકારો ને કહેતા કે જેની લોકો માં ઓળખ ના હોય
પણ સુર તાલ માં પારંગત હોય
એવા લોકો નિરાશ થઈ ને કહેતા કે ના ભાઇ ના પણ…. તેના મન થી એવો જવાબ મને મળતો કે હજુ અમે મોટા નથી …માત્ર ને માત્ર આ માનસિકતા ને દૂર કરવા માટે આ થેન્ક્સ વાલા ગીત એમણે બનાવ્યું
અને ગુજરાતી સંગીત પારસ ભાઈ ને ખુબજ પ્રિય છે એમનો વિષય સુર તાલ નો નથી પણ અંદર થી કૈક કરવાનો ભાવ હોય તો ભગવાન મદદ કરે છે આ કહી ને કરી બતાવ્યું
પારસ પાંધી નું કહેવું હતું કે તમારી પાસે જે ખૂબી ઓ છે તેની કદર અને વિશ્વાસ પહેલા તમે પોતે કરજો પછી દુનિયા તમારા પર વિશ્વાસ કરવા મજબૂર થઈ જશે આજ નિયમ છે
અને આ વાત બધા ને અસર કરી અને બધા નો આત્મ વિશ્વાસ વધ્યો અને સફળ રહ્યા
પહેલા ગુજરાત ના અન્ય કલાકારો સાથે પ્રોગ્રામ કર્યા જેવા કે કીર્તિદાન ગઢવી ,ઓસમાણ મીર ,ગીતા રબારી અલ્પા પટેલ યોગીતા પટેલ અને અન્ય ગુજરાત ના ઘણા નામાંકિત કલાકારો સાથે પ્રોગ્રામ કર્યા અને હવે લોકો ની ચાહત ને ધ્યાન માં 3 કલાક એકલા જ કાર્યક્રમો કરે છે અને તેમના વીડિયો ના માધ્યમ થી જોવા મળશે કે ગુજરાત માં કોઈ પણ ઓડિટોરિયમ માં એમના પ્રોગ્રામ હાઉસફુલ રહે છે અને આવનારા વર્ષો માં
હિન્દી અને અંગ્રેજી માં પ્રોગ્રામ કરી પોતાનું ઇન્ટરનેશલ સ્પીકર નું સપનું પૂર્ણ કરવા ના રસ્તે છે અને અમે પૂછ્યું કે તમે આ સપના માં કઈ રીતે સફળ થશો ત્યારે જવાબ
પારશભાઇ એ જવાબ આપ્યો હતો કે મારી વાત કોઈ જ્ઞાતિ ધર્મ કે સંપ્રદાય ની નથી મારી વાત માણસાઈ ની છે તો જે વાત હું ગુજરાતી ભાષા માં કરું છું એજ વાત હું અમેરિકા ની પબ્લિક માં પણ કરી શકું
એટલે શક્ય છે
એક સમયે સ્કૂલ ના પોતાના શિક્ષકે કહી દીધું હતુ કે તારી કોઈ જરુર નથી આ સ્કૂલ માં ..
એજ સ્કૂલ માં મુખ્ય મહેમાન થઈ ને જવાની સફર ખેડી છે
અને આ શક્ય થયું છે તેનું એક માત્ર કારણ છે જેમના પરિચય માં ટુક માં એ કહે છે કે …
કે હું દુનિયા ના શ્રેષ્ઠ સત્ય અને જીવન ઉપયોગી વિચારો ને બીજા સુધી પહોંચાડવા નો એક માત્ર હેતુ છે
હુ માત્ર એક ટપાલી છું બસ ખાસિયત એટલી કે એ ટપાલ હું વાંચી અનુભવી અને પોતાના જીવન મા અનુભવી ને બીજા ના જીવન માં મોકલું છું અને હા.. થોડું મોડું થાય છે પણ એ સંદેશ ને લોકો પોતાના હૃદય ની તિજોરી માં સાચવી ને રાખે છે અને જ્યારે પણ મુશ્કેલી પડે ત્યારે એ વાંચી લે છે અને ફરી લોકો આંનદ માં આવી જાય છે આજ મારા જીવન નો મોટો નફો છે એવું પારસ પાંધી નું કહેવું છે
આ હતું એક એવા ગુજરાત ના સુપ્રસિદ્ધ કલાકાર ના જીવન નો થોડો એવો પરિચય…