Breaking NewsEntertainment

ગુજરાત ના લાખો કલાકારો/કસબીઓ હવે બેકારીની પરાકાષ્ઠા એ.. અભિલાષ ઘોડા

કલા જગતમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે.

નવરાત્રી નહીં તો અન્ય નાના કાર્યક્રમો શરૂ કરવાની મંજુરી સરકાર આપે તેવી કલાજગત વતી પ્રબળ માંગ..અભિલાષ ઘોડા

અમદાવાદ

તાજેતરની વૈશ્ર્વિક મહામારીમાં સૌથી પહેલા બંધ થયેલું કલાજગત તમામ વેપાર ધંધાઓ શરૂ થઇ ગયા છતાં હજી શરૂ નથી થઇ શક્યું. ગુજરાત ના નાટકો, સંગીત, નૃત્ય, હાસ્ય જેવી વિવિધ કલા સાથે સંકળાયેલા લાખો કલાકારો અને સાઉન્ડ, લાઇટ્સ, ડેકોરેશન જેવા વ્યવસાય સાથે કલાજગત સાથે પુરક રીતે સંકળાયેલા લાખો કસબીઓ આજે બેકારીની પરાકાષ્ઠા એ પહોંચી ગયા છે.
ગુજરાતી કલાજગત સાથે સંકળાયેલા અને હંમેશા કલાકારો માટે અવાજ ઉઠાવતા કલાકાર શ્રી અભિલાષ ઘોડા એ આ ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે ગઇકાલે કલાજગતના સન્માનિત પરીવાર એવા કનોડીયા પરીવાર ના સદસ્ય તથા ઇડરના ધારાસભ્ય શ્રી હીતુ કનોડીયા એ પણ અભિલાષ ઘોડા ની આ ચિંતા માં પોતાનો સુર પુરાવ્યો છે.
શ્રી કનોડીયા એ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને એક પત્ર લખી કલાકારો ની પરીસ્થીતી નો ચિતાર આપ્યો છે. સાથે તેમણે એવું પણ કહ્યું છે કે ગુજરાત નો કલાકાર અત્યારે મહા મુશ્કેલી નો સામનો કરી રહેલ છે. નવરાત્રી હાલના સંજોગોમાં થઇ શકે તેમ નથી તો સરકાર તરફથી કોઇ આર્થિક પેકેજ આપવામાં આવે.
અભિલાષ ઘોડા સાથે વધુ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમને આ અણસાર લગભગ મે મહિનામાં જ આવી ગયેલો. અમે અમારી રીતે ગુજરાત ના ૩૫ સેન્ટર પર લોકો દ્વારા ડોનેશન લઇને લગભગ ૬૦૦૦ થી વધુ કરીયાણા ની કીટ કલાકારો/કસબીઓને પહોંચાડી છે. પરંતુ હવે અમારે કામ કરવાની મંજુરી માત્ર જોઇએ છે.
શ્રી ઘોડા એ મેં મહિના માં જ રાજ્ય સરકાર ને એક પત્ર લખી કેટલાક સુચનો પણ કરેલા જે અંગે પણ રાજ્ય સરકાર ગંભીરતાથી વિચાર કરે તેવી તેમની લાગણી છે.
આ સુચનો કંઇક આવા હતા…

રાજ્યમાં ઓડીટોરીયમ, સીનેમા ઘરો તથા ફિલ્મો અને ટેલિવિઝન ના શુટિંગ શરૂ થઇ શકે તે બાબતે કેટલાક સુચનો….

૧, ગુજરાત ના દરેક ઓડીટોરીયમ અને‌ સીનેમાઘરો માં હવાઇ સેવાની જેમ ઓડ/ઇવન પધ્ધતિ થી સીટો ફાળવી ઓડીટોરીયમો અને સીનેમા ઘરો ચાલુ કરવામાં આવે. જ્યાં સેનેટાઇઝર, ટેમ્પ્રેચર ગન જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ કોર્પોરેશન અથવા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે.

૨, મુંબઈ ની ગાઇડ લાઇન પ્રમાણે શુટિંગ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે.

( આપણી આ માગણી રાજ્ય સરકારે સ્વીકારી અને તારીખ ૪ જુલાઇ એ શુટિંગ માટે ની ગાઇડ લાઇન જાહેર કરી ને મંજૂરી આપી તે બદલ રાજ્ય સરકાર નો આભાર માનીએ છીએ )

૩, ટીકીટ બુકિંગ માત્ર ઓનલાઇન અને હોમ ડિલિવરી જેવી સેવાઓ દ્વારા જ ઉપલબ્ધ થઇ શકે.

૪, ઓડીટોરીયમનો સ્ટાફ પી.પી.ઇ. કીટનો ઉપયોગ કરે.

૫, લગ્ન પ્રસંગે સંપૂર્ણ સલામતી ની વ્યવસ્થા સાથે કાર્યક્રમ માટે અલાયદી વ્યવસ્થા કરી દસ કલાકારો ની મર્યાદામાં કાર્યક્રમો કરવા દેવા મંજુરી આપવામાં આવે.( જેના માટે સોશીયલ ડીસ્ટન્સ કલાકારો વચ્ચે પણ જળવાઇ રહે તે માટે યજમાન તરફથી બનાવવામાં આવતા સ્ટેજની સાઇઝ પણ બમણી રાખવામાં આવે )

૬, કલાકારો/કસબીઓને પણ અન્ય વેપારીઓની જેમ હેલ્થ કાર્ડ ઇસ્યુ કરી શકાય.

૭, સ્ટેજ પર જરૂરી કલાકારો અને કસબીઓ જ હોય તેવો નિયમ અમલમાં મુકી શકાય.

૮, દરેક શો ની શરૂઆત માં “કોરોના જાગૃતિ” માટે તથા “આત્મનિર્ભર અભિયાન” માટે કલાકારો એ રાજ્ય સરકાર સુચવે તે રીતે વિનામુલ્યે પ્રચાર કરવો ફરજીયાત રહેશે.

૯, ઓડીટોરીયમ ની સંખ્યા ૫૦% થઇ જવાથી ઓડીટોરીયમનુ ભાડું અને કલાકારો/કસબીઓના પુરસ્કાર ની ૫૦% રકમ સરકાર ભોગવે તો ખુબ મોટું કામ થઇ શકે.
આના કારણે કોઇને ઘેર બેઠા સહાય આપવાનો મુદ્દો નિકળી જશે.

૧૦, રાજ્ય સરકાર ની અનેક સહાય યોજનાની ન વપરાયેલી રકમ માંથી નંબર ૯ નો ખર્ચ કાઢી શકાય.

૧૧, ઓડીટોરીયમ/ સીનેમા માં બનેલા ફુડ કાઉન્ટર પર પણ રેલ્વે સ્ટેશનની જેમ જ પેક ફુડ વેચી શકાય.

આ દરેક માં સરકારશ્રી ની મુળ SOP નો અમલ તો ફરજિયાત કરવાનો જ રહેશે…

શ્રી અભિલાષ ઘોડા એ રાજ્ય સરકાર ને વિનંતી કરતા કહ્યું છે કે જ્યારે તમામ વેપાર ધંધાઓ શરૂ થઇ ગયા છે ત્યારે માત્ર કલા જગત બંધ છે. નવરાત્રી માં કોઇપણ મોટા આયોજનો થાય તેને અમે પણ સમર્થન કરતા નથી. રાજ્ય સરકાર ને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે આ જ કલાકારો હાજર થયા છે. લોક ડાઉન દરમ્યાન લોકોને માનસિક રીતે સ્વસ્થ રાખવાનું કામ પણ ઓનલાઇન કાર્યક્રમો દ્વારા કલાકારો એ જ પુરૂં પાડ્યું છે. આપણે જાણીએ છીએ કે આત્મહત્યા ના કીસ્સાઓ કલાજગતમા શરૂ થયા છે આવા કીસ્સાઓ વધે નહીં તેનો આમને ડર છે. અમે એ પણ જાણીએ જ છીએ કે રાજ્ય સરકાર સામે પણ મોટા પડકારો છે. દિવસે દિવસે વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે. સરકાર સામે અમારો કોઇ જ વિરોધ નથી જ પરંતુ એક માત્ર અટકેલા ક્ષેત્ર માટે જલ્દી માં જલ્દી એક ચોક્કસ ગાઇડલાઇન જાહેર થાય તેવી અમે કરબધ્ધ પ્રાર્થના કરીએ છીએ. અત્રે એ ઉલ્લેખનીય છે કે અભિલાષ ઘોડા સાથે મ્યુઝીકલ આર્ટીસ્ટ રિક્રીએશન ક્લબ, સંગીત કલાકાર સંગઠન, ઓલ મ્યુઝીક આર્ટીસ્ટ ફાઉન્ડેશન જેવી ગુજરાત ની માતબર અને અધીકૃત સંસ્થાઓ જોડાયેલી છે અને આ સંસ્થાઓના હજારો કલાકારો સરકાર ની એક જાહેરાત માટે ચાતકની જેમ રાહ જોઈ રહ્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

संगीत की दुनिया के लीजेंडस ने यादगार बना दिया एवरग्रीन म्यूजिक अवॉर्ड सीजन 3 को। दिखे गायिकी के कई रंग।

मुंबई, वीएस नेशन मीडिया ग्रुप और ताल म्यूजिक एंड फिल्म्स के संयुक्त तत्वाधान में…

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

શાળાની આકસ્મિક મુલાકાત લઈ ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કરતા શિક્ષણ રાજ્યમંત્રી

સુરત:સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ…

1 of 377

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *