Breaking News

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી: ગુજરાત વિધાનસભા ખાતે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મ જયંતીની કરાઈ ઉજવણી.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ખાતે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મ જયંતીએ વિધાનસભાના અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્ય, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય પશુપાલન મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા તેમજ શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ સરદાર સાહેબની પ્રતિમા અને પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ વિધાનસભા ખાતે સરદાર સાહેબને પુષ્પાંજલિ આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં તેમના જન્મદિવસ 31 ઓક્ટોબરને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઊજવવાની શરૂઆત કરી છે. જેની યાદમાં આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની વિવિધ સ્વરૂપે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે દેશના ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી- કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબે દેશની અખંડિતતા અને દેશની એકતા માટે આપેલા પ્રદાનને લક્ષમાં રાખીને ગુજરાતમાં કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી એવી 182 મીટરની સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાના’ સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOU’નું નિર્માણ કર્યું છે. જ્યાં ગુજરાત,ભારત અને વિશ્વભરમાંથી દૈનિક 20,000 જેટલા પ્રવાસીઓ મુલાકાતે આવે છે. આ SOU આજે વિશ્વના ફરવા અને માણવાલાયક શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાંનું એક પ્રસ્થાપિત થયું છે. આ ઉપરાંત આણંદ ખાતે આવેલી અમૂલ ડેરીની સ્થાપનાના 75 પૂર્ણ થયા છે તે નિમિત્તે આજે ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ અમૂલ-આણંદ ખાતે ડૉ. કુરિયનનીની યાદમાં નવીન સંગ્રહાલય તેમજ હોલનું લોકાર્પણ કરનાર છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતમાં 100 કરોડથી વધુ લોકોને કોરોનાની રસી આપવાનું ભગીરથ કાર્ય પૂર્ણ થયું છે. જ્યારે ગુજરાત પણ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ભારતના સૌથી વધુ રસીકરણ કરવાવાળા રાજ્યમાં અગ્રેસર છે ત્યારે દિવાળી વેકેશન બાદ ગુજરાતમાં ધોરણ- 1 થી 5ના વર્ગો શરૂ કરવા અંગે સરકાર દ્વારા રચવામાં આવેલી અધિકારીઓ- શિક્ષણ જગતના વિવિધ તજજ્ઞોની કમિટીના સૂચનો બાદ બાળકોના હિતમાં નિર્ણય કરવામાં આવશે તેમ પણ શિક્ષણ મંત્રીશ્રી ઉમેર્યું હતું.

આ પ્રસંગે વિધાનસભા ખાતે પશુપાલન અને ગૌ સંવર્ધન રાજ્ય મંત્રી શ્રી દેવાભાઈ માલમ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વશ્રી બાબુભાઈ પટેલ, શંભુજી ઠાકોર, વલ્લભભાઈ કાકડીયા, ગાંધીનગરના મેયર શ્રી હિતેષભાઇ મકવાણા, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ,પૂર્વ મેયર શ્રીઓ, મહાનગર પાલિકાના કોર્પોરેટરશ્રીઓ, વિધાનસભાના સચિવ શ્રી ડી.એમ.પટેલ, નાયબ સચિવશ્રી એ.બી.કરોવા સહિત અધિકારીઓ- કર્મચારીઓ તેમજ ગાંધીનગર નગરના અગ્રણીઓ, નગરજનોએ સરદાર સાહેબની પ્રતિમા-તૈલચિત્રને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 344

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *