💫 પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
💫 ઉપરોક્ત સુચના અન્વયે ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન હેડ કોન્સ. મહેન્દ્રભાઈ ચૌહાણ તથા સાગરભાઈ જોગદિયાને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે, ઘોઘારોડ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન.૩૫/૨૦૧૯ ઇ.પી.કો. કલમ. ૪૦૬,૪૨૦ વિ. મુજબના ગુન્હાના કામે છેલ્લા બે વર્ષ થી નાસતાં-ફરતાં આરોપી હર્ષદભાઇ બટુકભાઇ ભીંગરાડીયા ઉવ.૩૬ હાલ રહે. કામરેજ,સુરત મુળ રહે.માંડવધારગામ, તા.ગઢડા જી.બોટાદ વાળો હાલ પોતાની માંડવધાર ગામની વાડીએ હાજર છે. જેથી આ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા નાસતાં-ફરતાં આરોપી હર્ષદભાઇ બટુકભાઇ ભીંગરાડીયા હાલ રહે.૩૦૩,સૌરાષ્ટ્ર ટાઉનશીપ લસકાણા, કામરેજ, સુરત. હાલ રહે.ભીવંડી, અંજુફાટા, ચંન્ની ફાટા, રાજ રેસીડન્સી ફલેટ નંબર ૨૦૩, જી.થાણે, રાજય-મહારાષ્ટ્ર. મુળ રહે.માંડવધારગામ, તા.ગઢડા જી.બોટાદવાળો હાજર મળી આવતાં હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે તેને ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
💫 આમ, ઘોઘારોડ પોલીસ સ્ટેશનના છેતરપિંડી-વિશ્વાસઘાતના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ,ભાવનગરને સફળતા મળેલ છે.
💫 આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા,પોલીસ ઇન્સ. શ્રી, એન.જી. જાડેજા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફનાં હેડ કોન્સ મહેન્દ્રભાઈ ચૌહાણ, સાગરભાઇ જોગદીયા તથા ઘનશ્યામભાઇ ગોહીલ તથા પો.કોન્સ સંજયભાઇ ચુડાસમા તથા ટેકનિકલ સ્ટાફના પો.કોન્સ. હસમુખભાઇ પરમાર તથા પેરોલ ફર્લો સ્કોડના પો.કોન્સ.જયદીપસિંહ ગોહીલ એ રીતેના માણસો જોડાયા હતાં.