શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે હાલમાં કોરોના કહેર ઓછો થતા લોકો દેવસ્થાનમા દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી થી 3 કિલોમીટર દૂર ગબ્બરના પહાડો વચ્ચે આવેલા ચૂંદડી વાળા માતાજીના આશ્રમ પર ત્રણ દિવસીય વિષ્ણુયાગ યજ્ઞ નો પ્રારંભ થયો હતો જેમાં માતાજીનાં ભક્તો હવન અને પૂજા વિધી મા જોડાયાં હતાં.
14/8/21 થી 16/8/21 સૂધી ગબ્બર નજીક આવેલા પહાડો મા ચૂંદડી વાળા માતાજીનો વર્ષો જૂનો આશ્રમ આવેલો છે, આ આશ્રમ પર ચૂંદડી વાળા માતાજી એ ખૂબ તપચર્યા કરી હતી અને લગભગ 14 મહીના અગાઉ માતાજી સ્વર્ગે સિધાવ્યા હતા ત્યારે હાલ પણ તેમનાં આશ્રમ પર તેમનાં ભક્તો અને આશ્રમ અનુયાયીઓ દ્રારા વિવિઘ પૂજા અર્ચના અને યજ્ઞ ના કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે ત્યારે આજથી ચૂંદડી વાળા માતાજીના આશ્રમ પર વિષ્ણુ યાગ યજ્ઞ નો પ્રારંભ થયો હતો જેમાં માતાજીની સમાધી ઉત્સર્ગ સ્થળ પર તેમની નવીન મૂર્તિ સ્થાપન કરવાની હોઈ તે મૂર્તિ ની પણ પ્રાણ પ્રતીષ્ઠા રાખેલ હતી જેમાં ચરાડા થી જીતુ ભાઈ શાસ્ત્રી જોડાયાં હતાં.
આ યજ્ઞ મા ચુંદડીવાળા માતાજી ના પરિવાર માંથી અતુલભાઈ જાની મેહુલભાઈ જાની તથા સેવક પરીવાર મા જશુભાઈ પટેલ, હંસાબેન,કાર્તિકભાઇ,નિલેશ ભાઈ, યુવારાજસિહ સહીત વિવિઘ સેવકો એ લાભ લીધો.
રીપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી