ચુડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧/૨૦૧૯ ઇ.પી.કો.કલમ.૩૬૩,૩૬૬,૩૭૬(૨)(એન),(૩) તથા પોકસો એકટ કલમ.૫(એલ),૬,૧૨ મુજબના ગુન્હાના છેલ્લા બે વર્ષ થી નાસતા ફરતા આરોપી જેશીંગભાઇ લાખાભાઇ ત.કોળીને ઝડપી પાડયો.
સુરેન્દ્રનગર જીલ્લા અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ જીલ્લામાં દુર્ષ્કમ લગત કેસોના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ,
જે અન્વયે શ્રી ના.પો.અધિ.સા. લીંબડી ડિવીઝનનાઓએ લીંબડી ડિવીઝનના તમામ થાણા અમલદારોને તેમજ સર્કલ પો.ઈન્સ. લીંબડી તથા ચોટીલાને જરૂરી સુચના/માર્ગદર્શન આપેલ અને સગીરવયની દિકરીઓના અપહરણ કેસ તથા દૂર્ષ્કમ કેસોમાં જે આરોપીઓ નાસતા ફરતા હોય તે આરોપીઓ બાબતે ટેકનિકલ શોર્ષ તથા હ્યુમન શોર્ષ મારફતે માહિતી ભેગી કરી નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સુચના માર્ગદર્શન આપેલ હોય અને ચુડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧/૨૦૧૯ ઇ.પી.કો.કલમ.૩૬૩,૩૬૬,૩૭૬(૨)(એન),(૩) તથા પોકસો એકટ કલમ.૫(એલ),૬, ૧૨ મુજબના ગુન્હાના નાસતા ફરતા આરોપી જેશીંગભાઇ લાખાભાઇ કોળી રહે.પીપરાળી તા.ચોટીલા વાળો હજુ પણ કોરડા ગામે ભોગબનનારને મળવા સારૂ આંટાફેરા મારતો હોય તેવી હ્યુમન શોર્ષથી માહિતી મળેલ હોય જેથી ચુડા તાલુકા વિસ્તારમાં ગઇ કાલ તા.૧૬/૦૫/૨૦૨૧ ના રોજ ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ, તે પેટ્રોલીંગ દરમ્યાન સર્કલ પો.ઈન્સ. કચેરી,લીંબડીના આર્મ પો.કોન્સ. મીતુલભાઇ જગજીવનભાઇ પટેલને ખાનગીરાહે ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે જેશીંગભાઇ લાખાભાઇ કોળી રહે.પીપરાળી તા.ચોટીલા વાળો આજરોજ કોરડા ગામે આવનાર છે જેથી સર્કલ પો.ઈન્સ્. આર.જે.રામ સા. તથા તેઓની કચેરીના સ્ટાફના માણસો ખાનગી રીતે ફરીયાદીની વાડી ખેતર બાજુ જતા રસ્તા ઉપર ગોઠવાય ગયેલ અને બપોરના બાર વાગ્યાના અરસામાં એક પુરૂષ ઇસમ ફરીયાદીની વાડી બાજુ જતા રસ્તે નીકળતા શક પડતા તેને ઉભો રાખતા નામ ઠામ પુછી તથા ફોટોગ્રાફસ જોઇ વેરીફાઇ કરતા સદરહું ઇસમ જેશીંગ લાખાભાઇ કોળી રહે.પીપરાળી તા.ચોટીલા વાળો જ હોય જેને પકડી પાડેલ અને ચુડા પો.સ્ટે. ખાતે કોરેન્ટાઇન રાખેલ તેમજ આજરોજ તા.૧૭/૦૫/૨૦૨૧ આરોપીનો કોરોના વાયરસ અંગેનો રીપોર્ટ નેગેટીવ આવતા કલાક.૧૪/૧૫ વાગ્યે ધોરણસર અટક કરેલ છે.
• કામગીરી કરનાર ટીમ-
શ્રી આર.જે.રામ સર્કલ પો.ઈન્સ્. લીંબડી તથા એ.એસ.આઇ. નંદલાલભાઇ ગીરધરભાઇ સાપરા તથા આર્મ પો.કોન્સ. મીતુલભાઇ જગજીવનભાઇ પટેલ તથા ડ્રા.પો.કોન્સ. બળદેવભાઇ દાનુભાઇ ગામી એ રીતેની ટીમ દ્રારા ઉપરોકત આરોપીને ઝડપી પાડેલ છે.