Breaking NewsLatest

ચોમાસાની સ્થિતીએ અમદાવાદ કલેક્ટર કચેરી સ્થિત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સજજ બન્યું: અમદાવાદની હદમાં આવતા ગામડાઓને એલર્ટ કરાયા.

અમદાવાદ: સાબરમતી નદીમાંથી ૧૫૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવનાર હોઈ અમદાવાદની હદમાં આવતા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી કે. કે.નિરાલાએ જણાવ્યુ છે કે, ચોમાસાની પરિસ્થિતિમાં વરસાદની સંભવિત કોઈ પણ પ્રકારની પરિસ્થિતીને પહોંચી વળવા પણ સંપુર્ણ રીતે સજ્જ છે. આજે સંત સરોવર ડેમની સપાટી ૯૫% સુધી ભરાઈ છે. સાબરમતી નદીમાંથી ૧૫૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવનાર હોઈ અમદાવાદની હદમાં આવતા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે સાથે આ ગામડાઓને વિવિધ સિગ્નલ પ્રમાણે તેની ગંભીરતા નક્કી કરી તબક્કાવાર અલગ પાડવામાં આવશે.
જિલ્લા કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, ૧ લાખ ૪૫ હજાર ક્યુસેક લેવલ પર પાણીની સપાટી પહોંચતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે. જેમાં અમદાવાદના શહેરી વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવશે. કલેક્ટર કચેરી સ્થિત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ પુર્ણ રીતે કાર્યરત છે. અમદાવાદ કલેક્ટર કચેરીની વેબસાઈટ ઉપરથી વરસાદના આંકડા તેમજ વરસાદી સ્થિતી અંગેની માહિતી સરળતાપૂર્વક મળી રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, કલેક્ટર કચેરી સ્થિત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ પુર્ણ રીતે કાર્યરત છે. અમદાવાદ કલેક્ટર કચેરીની વેબસાઈટ ઉપરથી વરસાદના આંકડા તેમજ વરસાદી સ્થિતી અંગેની માહિતી સરળતાપૂર્વક મળી રહેશે. વરસાદી સપાટી વધી જાય ત્યારે સલામતી પગલાના ભાગરૂપે અસરગ્રસ્ત ગામના સરપંચશ્રી, તલાટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એન. ડી. આર. એફ. ની ટીમની મદદથી બોટ, તરવૈયા અને ઈમરજન્સી રેસ્કયુ ટીમને કીટ તૈયાર કરવામાં આવશે. સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલની ટીમ તરફથી પણ જે સૂચનો અને સહકાર ની જરૂર પડશે તે તમામ સહકાર મેળવવા અમે તૈયારી દાખવી છે તેમ કલેક્ટરશ્રીએ ઉમેર્યુ હતુ.

જિલ્લા કલેક્ટર શ્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે ગઈ કાલે વિરમગામમાં વધુ વરસાદ વરસતા પાણીનું સ્તર વધવાથી અમુક ગામડાઓમાં પાણી ભરાઈ જવાના પગલે ગામડાઓમાં સ઼્થળાતંર કરાવવામાં આવ્યું હતુ. આ સમગ્ર પરિસ્થિતીમાં કોઈપણ વ્યક્તિ કે જાનમાલનું નુકસાન થયુ નથી. આવી પરિસ્થિતિઓમાં કોઈપણ મિલકત કે પાક નું નુકસાન થાય ત્યારે અમારી ટીમ દ્વારા સર્વે કરીને સરકારી સહાય ચૂકવવા અમે કટિબદ્ધ છીએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દિવાળીના તહેવારો દરમિયાન ૩૭,૦૦૦ થી વધુ પ્રવાસીઓએ વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવની મુલાકાત લીધી

એબીએનએસ પાટણ: પાટણની વર્લ્ડ હેરીટેજ રાણકીવાવ વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું…

જામનગરની ૧૮૧ અભયમ ટીમની અદભુત સરાહનીય કામગીરી, તેલાંગણાની મહિલાનો પરિવાર સાથે સંપર્ક કરાવ્યો

જામનગર, સંજીવ રાજપૂત: એક જાગૃત નાગરિક દ્વારા રાત્રી દરમિયાન ૧૮૧ અભયમ હેલ્પલાઇન…

1 of 669

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *