Breaking NewsLatest

છાપરી થી અંબાજી માર્ગ ના કૌભાંડ મા ભીનું સંકેલવાના પ્રયાસો,હાલ મા ખાડા જોવા મળ્યા

(અમિત પટેલ.અંબાજી)
ગુજરાત ના સૌથી પછાત એવા દાંતા તાલુકામાં એવા એવા ગોટાળાઓ ચાલી રહ્યા છે અને ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગત થી મોટા-મોટા કૌભાંડ બહાર આવતા નથી ,રાજ્ય સરકાર દ્વારા આ દાંતા તાલુકામાં આવેલા સરકારશ્રી ની મંજુર થયેલા ગ્રાન્ટ ની રકમ ના કામો ની બારીકાઇ થી સ્થળ નિરીક્ષણ કરવામાં આવે તો કેટલાય અધિકારીઓ જેલ મા જાય અને આવક કરતા વધુ આવક મા પણ સપડાઈ જાય,ચોક્કસ પણે વાત કરવામાં આવે તો દાંતા તાલુકામાં આવેલી માર્ગ અને મકાન વિભાગ ની અંબાજી અને દાંતા ની કચેરી ભારે વિવાદીત રહી છે ,આ તાલુકામાં થોડાક મહિનાઓ પહેલા બનેલી ગઢ મહુડી અને જગતાપુરા એકલવ્ય મોડલ સ્કૂલ ના બાંધકામ મા ભારે ધૂપ્પલબાજી જોવા મળી હતી અને ત્યારબાદ તાજેતરમા નવીન બનેલા છાપરી થી અંબાજી માર્ગ મા ડામર રોડ મા ભારે ગેરરીતિ થઇ હોવાની લોક ચર્ચા વધવા પામી હતી આ સમગ્ર બાબતને લઈને અંબાજીના સોશિયલ એક્ટીવીસ્ટ અમીત પટેલ દ્વારા ઉચ્ચ કક્ષા સુધી ફરીયાદ કરવામાં આવેલ હતી પણ આજદીન સુધી આ બાબતે કોઈજ ઉકેલ આવેલ નથી .

આ પત્ર મા સ્પષ્ટ લખવામાં આવેલ છે કે અંબાજી આસપાસ ના આદીવાસી વિસ્તારોમાં સરકારના કામો માત્ર કાગળ પર ચાલી રહ્યા છે અને ઘણા મોટા કૌભાંડો પણ થયા છે ,આ વિસ્તારોમાં સરકારના નાણા નો દુરપયોગ થાય તે બાબત ગંભીર છે ,માનનીય પ્રધાનમંત્રી શ્રી પણ કહે છે કે કંઈપણ ખોટું થાય કે વિકાસ કામો મા ઉણપ જણાય તો જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવી જોઈએ , અંબાજી માર્ગ અને મકાન વિભાગ મા જ્યારથી નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે એન.એન.અડ આયા છે ત્યારથી અંબાજી દાંતા વિસ્તારમા કૌભાંડો વધવા પામ્યા છે ,આ વિસ્તારમાં છેલ્લા 3 વર્ષ મા થયેલા કામોની પણ વિજીલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગ અને ચર્ચા પ્રબળ બની છે.અંબાજી માર્ગ અને મકાન વિભાગમાં છેલ્લા 3 વર્ષ ના કામોનું સરવૈયું ચેક કરવામાં આવે ,ઓડીટ રિપોર્ટ ચેક કરવામાં આવે તો કામોની સત્યતા ની ખરાઈ થઇ શકે .

@@ અંબાજી અને દાંતા માર્ગ અને મકાન વિભાગ મા પરચુરણ કામો મા ભારે ધૂપ્પલબાજી @@

અંબાજીઅને દાંતા માર્ગ અને મકાન વિભાગ તરફથી જે પણ પરચુરણ કામો કરવામાં આવેલ છે, તેમા પણ ભારે ધુપ્પલબાજી ચલાવવામાં આવે છે,અંબાજી માર્ગ અને મકાન વિભાગ તરફથી જે દાંતા તાલુકામાં નાના નાના પરચુરણ કામો થયા છે તેની સ્થળ તપાસ અને કરવામાં આવેલ કામ ની હાલની સ્થિતિ જોઈએ તો ખ્યાલ આવશે કે આ વિભાગે માત્ર ધુપ્પલબાજી કરી છે અને આવા વિભાગો મા ચીપકી રહેલા અધિકારીઓ ની આવક ની સંપતિ ની પણ તપાસ કરવામાં આવે,આવા કામો કરતા ટેન્ડર ધારકો પણ ટેન્ડર ની શરતો નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે.

@@ અંબાજી થી છાપરી માર્ગ ના આ મુદ્દાઓ પર પગલાં લેવા વિનંતી @@

અંબાજી થી છાપરીના નવીન બનેલા ડામર રોડ પર જે કામ થયું છે તેમા [1] ડામર નું સેમ્પલ લેવામાં આવે [2] આ નવીન માર્ગ પર જે પેવર કરવામાં આવ્યું છે તેનુ પણ સેમ્પલ લેવામાં આવે [3] સાથે સાથે સીલ કોટ નું પણ સેમ્પલ લેવામા આવે [4] આ માર્ગ ની સાઇડ માં બનેલી નાની દિવાલ નું પણ સેમ્પલ લેવામાં આવે [5] આ કામની મંજુર થયેલી ટેન્ડર ની કોપી ની એસ્ટીમેટ કોપી પણ લઈને તેને થયેલા કામ સાથે ચેક કરવામાં આવે [6] જો એજન્સી કસૂરવાર નીકળે તો તાત્કાલીક તેનું કામ રોકી આ એજન્સી ને બ્લેકલીસ્ટ કરવામાં આવે [7] આવી કસૂરવાર એજન્સી પાસે થી તમામ કામ ના નાણા પરત લઈને અન્ય સારી એજન્સી ને કામ આપવામાં આવે [8] ડામર ની ક્વાલિટી ની ગુણવતા ચેક કરવામાં આવે [9] આ માર્ગમાં 2 ઇંચ જેટલું લેવલ શરત મુજબ કરવામાં આવ્યું નથી તેની પણ તપાસ કરવામાં આવે [10] આ રોડ મા વપરાતી કપચી ની પણ ક્વાલીટી સહિતની સામગ્રી ની તપાસ કરવામાં આવે

@@ છાપરી માર્ગ પર અનેક સ્થળે બોગસ કામગીરી જોવા મળી @@

સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાના ખર્ચે માર્ગ બનાવવામાં આવે છે પણ ભ્રષ્ટ અધિકારીઓ અને એજન્સી ના લોકો દ્વારા સરકારની આંખ મા ધૂળ નાખી શરતો વિરુદ્ધ કામગીરી કરાય છે અને આનો તાજો દાખલો જોવા જઇયે તો છાપરી થી અંબાજી સુધીના માર્ગ પર ભારે ધૂપ્પલબાજી જોવા મળી રહી છે,અને એક બે વરસાદ આવતાજ આ માર્ગ પર ઘણી જગ્યાએ નાના ના ખાડા જોવા મળી રહ્યા છે અને ડામર નું લેવલ પણ ક્વાલીટી સાથે જળવાતું જોવા મળતું નથી ,આમ રાજ્ય સરકાર દ્વારા આવી એજન્સી સામે કડક પગલાં ભરી કામનું બિલ રોકી એજન્સીને બ્લેકલીસ્ટ કરવાની માંગ પ્રબળ બની છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને વલસાડના ધરમપુર ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

વલસાડ, સંજીવ રાજપૂત: આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

ગોધરા ખાતે કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને ૧૦ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઇ.

એબીએનએસ, ગોધરા:: જિલ્લા ક્લેક્ટર આશિષકુમારની અધ્યક્ષતામાં જિલ્લામાં કરુણા…

1 of 670

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *