શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં કોરોના કેસ ઘટતા લોકો ધાર્મિક સ્થાનો અને હિલ સ્ટેશન પર હરવા ફરવા આવી રહ્યાં છે ત્યારે અંબાજીના કેટલાક માથાભારે તત્વો પોલીસ ની આંખ માં ધૂળ નાંખી અવનવા ધંધા કરી રહ્યા છે જેનો પર્દાફાશ અંબાજી છાપરી પોલીસએ કરતા બે નંબરના ધંધા કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે સાથે રાજસ્થાન છાપરી બોર્ડર પર પોલીસને કેમ દારૂ દેખાયો નહીં જે બાબતે સિરોહી એસપી ધર્મેન્દ્ર સિંહ યાદવ ને રજુઆત કરવામાં આવી છે.
અંબાજી પોલીસ સ્ટેશન પાસે થી મળતી માહિતી પ્રમાણે ગૂજરાત છાપરી બોર્ડર પર ફરજ બજાવતા પોલીસ જવાન દીપક પી ચૌધરી પોતાના સ્ટાફ સાથે હાજર હતા ત્યારે રાજસ્થાન તરફથી ગુજરાત અંબાજી તરફ આવતી સફેદ એક્ટિવા નંબર આરજે – 38 એસ ડી 0450 ની ડિકી ચેક કરતા તેમાથી ભારતીય બનાવટની વીદેશી બિયરની બોટલ નંગ 5 ટુબર્ગ સ્ટ્રોંગ 650 એમએલ જેની કિંમત 750 અને એક્ટિવા ની કિંમત 30,000 મળી કુલ 30,750 મુદ્દામાલ કબજે કરી અંબાજી આઠ નંબર, ઠાકોર ભુવન પાછળ રહેતા શેતાનસિંહ બંસીસિંહજી ( નાસ્તા વાળા) રાજપુત, ઉમર વર્ષ 23 સામે અંબાજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પંચનામું બાબુભાઈ મણીલાલ પાંડોર એ કરી અંબાજી પોલીસને જાણ કરી હતી.
@@ રાજ્સ્થાન છાપરી પોલીસને કેમ દારુ દેખાયો નહિ @@
અંબાજી થી રાજ્સ્થાન તરફ જતા પ્રથમ ગૂજરાત છાપરી બોર્ડર આવે છે ત્યારબાદ રાજસ્થાન છાપરી બોર્ડર આવે છે અહિ રાજસ્થાન પોલીસના જવાન ફરજ બજાવી રહ્યા છે સાથે સાથે અહિ ખાનગી ડ્રેસમા ફોલ્ડર પણ ગેર કાયદેસર વાહનો ચેક કરી રહ્યા છે ત્યારે સૌથી નવાઈની વાત એ હતી કે અંબાજી છાપરી પોલીસએ એક્ટિવા માથી દારૂ પકડ્યો હતો તો આબુરોડ રિકો પોલીસ ના જવાનો શું કરી રહ્યા હતા, મળતી માહિતી પ્રમાણે આ બોર્ડર પર ખાનગી ફોલ્ડર ની દાદાગીરી વધવા પામી છે અને ગુજરાતના વાહન ચાલકોને એન્ટ્રી ના નામે હેરાન કરી રૂપીયા પડાવી રહ્યાં છે. આ બાબતે સિરોહીના એસપી ધર્મેન્દ્ર સિંહ યાદવ ને રજુઆત કરાઇ છે.
@@ અંબાજી ખાતે ટીનીયા નો ત્રાસ , ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યો છે @@
અંબાજી આઠ નંબર વિસ્તારમા ટીનીયા નો ત્રાસ વધવા પામ્યો છે અહી રહેતાં લોકો આ બદી થી ત્રાસી ગયા છે, થોડા દિવસ પહેલાં અંબાજી પોલિસે ટીનીયાના ત્યાં થી દારુ પકડ્યો હતો, કોઇ અશો લાઈટ થી ઓળખાતો ભાઈ પણ આબુરોડ જાય ત્યારે ટીનીયા માટે માલ લઈ આવે છે અને ટીનીયાની ખુલ્લી ચેલેન્જ છે કે હું પોલીસ અને મોટા મીડિયા ને સાચવું છું મારું કોઈજ બગાડી શકે તેમ નથી. આ સિવાય કોઇ યુવા નેતા અને મહિલા બુટલેગર દ્વારા પણ દારુ ની હોમ ડિલિવરી ચાલું કરાઇ હોવાની માહિતિ ચર્ચાસ્પદ બની છે જેની જીલ્લા પોલીસ વડા તપાસ કરાવે તેવી માંગ ઉઠી છે. પ્રહલાદ પૂજારી અંબાજી