શકિતપીઠ અંબાજી ગુજરાત અને ગુજરાતીઓ માટે ગૌરવ છે. દરેક દેશવાસીઓ માટે પણ મહત્વ ધરાવે છે. અંબાજી મહાધામ આરાસુર ડુંગર પર આવેલું છે. આ પહાડો અરવલ્લી ની ગિરિમાળાઓ વચ્ચે આવેલું છે. અંબાજી ધામ આસપાસ મોટી સંખ્યામાં વનવાસી લોકો વસવાટ કરે છે. દાંતા તાલુકાના વિવિધ ગામો આદિવાસી પ્રભુત્વ ધરાવે છે. આજે રવિવારે દાંતા તાલુકાના ગબ્બર પાછળ આવેલા પારેવા ગામે જનજાતિ કલ્યાણ આશ્રમ બનાસકાંઠા દ્વારા નગરીય આયામ વડે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
દાંતા તાલુકાના વિવિધ નાના મોટા 212 ગામોમા આદિવાસી સમાજ નું પ્રભુત્વ ધરાવે છે. આ વિસ્તારમા પાણી, રોડ અને લાઇટની વ્યવસ્થા નો અભાવ છે અને આ વિસ્તારનાં લોકો સાક્ષરતા મા પણ પણ પાછળ છે. ખેતી અને પશુપાલન ક્ષેત્રે આ આદિવાસી સમાજ અગ્રેસર રહયો છે ત્યારે જનજાતિ કલ્યાણ આશ્રમ બનાસકાંઠા દ્વારા નગરીય આયામ વડે પારેવા ખાતે વન પરીભ્રમણ તેમજ ગબ્બર એકાવન શક્તિપીઠની પ્રદક્ષિણાનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમાં જુદા-જુદા નગરમાથી વિવિધ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા . હિન્દૂ આદિવાસી ડુંગરી ભીલ સમાજ ની અનાથ અને ગરીબ 70 જેટલી દીકરીઓના સમૂહ લગ્ન માટે આયોજન માટેની બેઠક રાખવામા આવી હતી.આદિવાસી સમાજનુંહોળી નૃતીયનુ પણ આયોજન કરવામાં આવ્યું હતુ.