જામનગર: જામનગરના ધ્રોલ ખાતે તાલુકામાં 2019-20 ખરીફ ઋતુનો પાક વીમો ચૂકવવા અને ચાલુ ખરીફ ઋતુમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નો અમલ કરવા બાબતે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગત વર્ષ દરમ્યાન તાલુકામાં વાવણી પહેલા પછીના જોખમ પેટે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું હતું. જેનો રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કક્ષાએ મળતી DLMC સમિતિમાં પણ સ્વીકારાયું હતું કે ખેડૂતોને નુકશાન થયેલ છે અને 25% વીમો મળવાપાત્ર છે જે વીમો મંજુર થયા બાદ પણ ધ્રોલ તાલુકાના ખેડૂતોને પાક વીમો ન આપવામાં આવતા ખેડૂતોમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો અને આ યીજનમાં સરકાર પર રોષ ઠાલવતા અને વિવિધ આક્ષેપો સાથે ધ્રોલ મામલતદાર કચેરી ખાતે ધરણા યોજી તેને તાત્કાલિક ચુકવવામાં આવે તે માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તો દ્વારા સરકારની કિસાન વીમા યોજના તદ્દન નિષફળ સાબિત થઈ હોય અને સરકારે ખેડૂતોને માવઠાથી થયેલ નુક્શાનનું વળતર ન આપવાના આક્ષેપ સાથે સરકારના વિરોધમાં સુત્રોચાર કર્યા હતા. ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા, ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ઉપ્રમુખ ગિરધરભાઈ વાઘેલા, કરણદેવસિંહ જાડેજા, જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યકરી પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂત ઉપસ્થિત રહી ઇન્ચાર્જ મામલતદારને આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ ખેડૂતોનું વળતર તેમના ખાતામાં જમા થઈ જાય ઉપરાંત ધ્રોલ તાલુકા સિવાય અન્ય જે 16 તાલુકા છે તેમાં કિસાન યોજનાનો અમલ કરવામાં આવે તેમજ દર્શાવેલ માંગણીઓને ધ્યાનમાં લેતાની તમામ માહિતી મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચાડવા માટેનું આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ઉપરાંત આવનાર સમયમાં જો માંગણી પર ધ્યાન નહીં આપવામાં આવે તો જેમ ધ્રોલ ખાતે જનઆંદોલન કરવામાં આવ્યું છે તેમ આવનાર 20 તારીખે ભરૂચના નેતરાંગમાં, 23 મીએ પોરબંદરના રાણાવાવમાં અને 24મીએ દ્વારકાના કલ્યાણપુરમાં પણ જન આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી. તો આ બાબતે આવેદન પત્ર સ્વીકારતા ઇન્ચાર્જ અધિકારી દ્વારા આ બાબતે તમામ માહિતી મુખ્યમંત્રી શ્રીને મોકલી ધ્યાન દોરવામાં આવશે તેની ખાતરી આપી હતી.
જામનગરના ધ્રોલ તાલુકામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરવા બાબતે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપાયું
Related Posts
કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે
આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…
અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ઉત્તર પ્રદેશના હોદ્દેદારોએ પૂર્વ સાંસદ ડૉ કિરીટભાઈ સોલંકીનુ અખિલ ભારતીય વાલ્મિકી સમાજ વતી કર્યું સન્માન
અમદાવાદ, સંજીવ રાજપૂત: સફાઈ કર્મચારીઓના કલ્યાણ અર્થે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છકાર…
સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા
અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…
વીજપડી બાયપાસનો શુભારંભ કરતા ધારાસભ્ય કસવાલા
50 વર્ષો બાદ વીજપડીને ટ્રાફિક માંથી છુટકારો થયો : શ્રી કસવાલા બે તબક્કાના કામ…
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
સુરત, સંજીવ રાજપૂત: ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે, કારણ કે સુરતના…
જામનગર આપ પ્રમુખના જન્મદિને મહા રકતદાન કેમ્પમાં યોજાયો 100થી વધુ બોટલ રક્ત એકત્રિત કરાયુ
જામનગર જિલ્લા પંચાયત પૂર્વ ઉપ પ્રમુખ અને આપ પાર્ટી પ્રમુખ આહીર સમાજ આગેવાન…
બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…
ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…
લીલીયાના વિકાસમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું
ધારાસભ્ય કસવાલાની જહેમતથી લીલીયા - પાંચતલાવડા રોડ માટે 14.50 કરોડ મંજૂર…
વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..
એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…