જામનગર : નારદ જયંતી નિમિતે શહેરના દરેક પત્રકારો એક મંચ પર આવે અને સાથે મળી ચર્ચા વિચારણા અને ગોષ્ઠિ થાય એ હેતુ પત્રકાર મિલન અને સન્માન નો કાર્યકમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા યોજાવામાં આવ્યો હતો,
વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્ર્મ નું સંચાલન વિશ્વ સંવાદ કેન્દ્ર ના પ્રમુખ જગતભાઈ રાવલ તથા જામનગર પ્રચાર વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંત ના પ્રચાર પ્રમુખ પંકજભાઈ રાવલ નું પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું,
પશ્ચિમી સંસ્કૃતિ માં આપણા પુરાણ અને શાસ્ત્રો ના જ્ઞાન અને સાહિત્ય ની ઉઠાંતરી કરીને નવા વિજ્ઞાનિક પોતાના નામે સિધ્ધિઓ પ્રસિદ્ધ કરી દીધી પછી એ આંકડા શાસ્ત્ર, વિમાન શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર , ઔષધ શાસ્ત્ર હોય કે પરમાણુ તકનિકી હોય દરેક ના મૂળ ભારતીય શાસ્ત્રો માં છે.
જ્યારે વિશ્વ માં અન્ય સંસ્કૃતિ નો કોઈ વિકાસ ના હતો ત્યારે પણ ભારત માં પાઠશાળાઓ, વિજ્ઞાન શાળાઓ, મિસાઈલ જેવા શસ્ત્રો અને માસ કોમ્યુનિકેશન ની સુચારુ વ્યવસ્થાઓ હતી.
આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન નારદ જી એ બ્રહ્માજી ના પુત્ર છે અને પૃથ્વી લોક ની વ્યથાઓ અને સમસ્યાઓ નું વર્ણન વિષ્ણુ ભગવાન પાસે કરી માનવજાત ના દુઃખો દૂર કરવા માટે યાચના કરતા અને પ્રભુ જે ઉપાય અને માર્ગદર્શન આપતા તેનું અક્ષરસ સંદેશ લોકો સુધી પહોંચાડી લોકો ની તકલીફ દૂર કરતા. પૃથ્વી અને સ્વર્ગ લોક ની કડી તરીકે પ્રસ્થાપિત હતા.
ભારત માં આદિકાળ થી કોમ્યુનિકેશન માટે ની વ્યવસ્થા પ્રસ્થાપિત હતી. આઝાદી ના સમય માં પણ પત્રકાર જગત અને મુદ્રણ કળા દ્વારા લોક જાગરણ અને ક્રાંતિ માં મહત્વનો ફાળો રહ્યો છે.
મહર્ષિ નારદ દ્વારા નારદ સૂત્રો અને નારદ પુરાણ માં પત્રકારત્વ ના પાયાના સિદ્ધતો નું વર્ણન છે જેનું અંગ્રેજી ભાષાંતર આજે વિશ્વ ની ટોચ ની જર્નાલિઝમ યુનિવર્સિટી માં શીખવાય છે.
સમય સાથે માસ કોમ્યુનિકેશન માટે છાપા, રેડિયો, ટેલિવિઝન, ઈન્ટરનેટ જેવા માધ્યમો આવતા ગયા પરંતુ આજે પણ વિસ્લેષ્ણ કરનારા, સારું લેખન કરનારા, સંશોધન કરનારા, નવું નવું લઇ આવનારા લેખકો, પત્રકારો, ફોટોગ્રાફી પત્રકારો નું આગવું સ્થાન અને માંગ છે.
આજ ના પત્રકારત્વ દ્વારા સમાજ અને રાષ્ટ્ર ના લોકો સામે એક સાચો , સાત્વિક, તટસ્થ વિમર્શ ઊભો થાય, લોક શિક્ષણ અને જાગૃતિ થાય એવા પત્રકારત્વ ધર્મ નું પાલન કરી દરેક પત્રકાર સમાજ સેવા નું આ આગવું કાર્ય કરે એવી શુભેચ્છા આપી અને જામનગર ના સંઘ ચાલક મનોજભાઈ અડાલજા અને પંકજભાઈ રાવલ દ્વારા ઉપસ્થિત દરેક પત્રકારો નું નારદ સન્માન પારિતોષિક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.