જામનગર: જામનગર ખાતે મનપા ચૂંટણીમાં બીજેપી દ્વારા 64 સીટોમાંથી 50 પર કબજો મેળવી જીત મેળવી હતી ત્યારે જામનગર શહેર બીજેપી કાર્યાલય ખાતે આજે બીજેપીના જિલ્લા પ્રભારી ધનસુખભાઈ ભંડેરી દ્વારા મનપા પદાધિકારીઓનાં નામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં જામનગર મહાનગરપાલિકામાં નવા મેયર ડેપ્યુટી મેયર સહિત પદાધિકારીઓની વરણી કરવામાં આવી. જે પ્રસંગે શહેર પ્રમુખ ડૉ વિમલ ભાઈ, મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર સહિત બીજેપીના નેતાઓ દિગજજો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લા પ્રભારી ધનસુખ ભંડેરી દ્વારા મેયર સહિતના નામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં મેયર તરીકે બીનાબહેન કોઠારી, ડેપ્યુટી મેયર તરીકે તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનમાં મનીષ કટારીયા, શાસક પક્ષ નેતા તરીકે કુસુમબહેન પંડ્યા અને દંડક તરીકે કેતન ગોસરાણીની નિયુક્તિ કરવામાં આવી હતી અને તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મેયર તરીકે બીનાબેન કોઠારીનું નામ બોલતા જયશ્રીરામ અને તાળીઓના ગડગડાટથી સર્વને વધાવી લેવામાં આવ્યા હતા તો બીજી તરફ સર્વે ઉપસ્થિત વિજયી કોર્પોરેટરો દ્વારા તમામ પદાધિકારીઓને વધાવી લેવામાં આવ્યા હતા. નામોની જાહેરાત થયા બાદ તમામ નવ નિયુક્ત પદાધિકારીઓ ટાઉન હૉલ ખાતે પહોંચ્યા હતા જ્યાં જામનગર મનપાની પ્રથમ સાધારણ સભા મળી હતી જ્યાં વિરોધ પક્ષના નેતાઓ સહિત ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.. મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સર્વે નવા પદાધિકારીઓને આવકારવામાં આવ્યા હતા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા પ્રથમ સાધારણ સભામાં જ પોતાના વોર્ડની પાણીની સમસ્યા સાથે ગંદા પાણીની બોટલ મેયર સમક્ષ ધરી વોર્ડમાં પાણીની સમસ્યાના ઉકેલ અંગે રજુઆત કરી હતી તો બીજી તરફ કોંગ્રેસના ના નેતા અલ્તાફ ખફી દ્વારા તમામ નવનિયુક્ત લોકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આવનાર સમયમાં પક્ષને ના જોતા સહકાર સાથે લોકોના કામ કરવા બાબતે સહકાર આપવા જણાવ્યું હતું. જામનગર શહેરના નવા મેયર અને ડેપ્યુટી મેયરના નામ આવતાંની સાથે જ ઘણા એવા પણ લોકો હશે જેમના અરમાનો પર પાણી ફરી વળ્યું હોય તેમ ચર્ચા જોવા મળી હતી. ખેર નવા ચૂંટાયેલા મેયર, ડેપ્યુટી મેયર અને કોર્પોરેટરો પ્રજા લક્ષી કામો તરફ ધ્યાન આપી જામનગર શહેરને વધુ વેગવંતુ બનાવે તેવી પ્રજાએ આશા રાખી છે અને બીજેપી દ્વારા પણ આ તટસ્થ અને કાર્યભાવી વ્યક્તિઓને પ્રજાના કામો પૂર્ણ કરવા નિયુક્ત કર્યા છે અને તેઓ પૂર્ણ કરશે તેવી આશા સેવી છે. ઉપસ્થિત તમામ લોકોએ સર્વે નવનિયુક્ત પદાધિકારીઓ અભિનંદન પાઠવ્યા હતા.. તમામ નવા નિમાયેલ પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન..
જામનગર શહેરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર… બીજેપી કાર્યાલય થી ટાઉન હૉલ સુધીની સફર..વાંચો..
Related Posts
ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…
ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમ મેળવતા વનરાજસિંહ એલ. બારડ
સમગ્ર દેશમાં બીજી સપ્ટેમ્બર-૨૦૨૪ થી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના…
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ શ્રમદાનમાં સહભાગી બનતા સીએમ
પોરબંદર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મહાત્મા ગાંધીની જન્મ જયંતી…
ભારત પરિભ્રમણ કરવાં સાયકલ યાત્રા પર નિકળ્યો સોમનાથના તાલાલાનો બોરવાવ( ગીર) ગામનો ભાવેશ સાંખટ. ૧૨માં દિવસે ભાવનગર આવી પહોંચતાં ભાવનગરનાં નવ યુવાનોએ સ્વાગત કર્યું
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી…
ગુજરાત પોલીસ દ્વારા ગુરૂ વંદનાના ખાસ દિવસ એવા શિક્ષક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુરૂ વંદનાના ખાસ દિવસ એવા શિક્ષક દિન નિમિત્તે આજે ગુજરાત…
ચોરી થયેલ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…
ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૨૮૪ કિ.રૂ.૧,૪૫,૩૨૫/- સહિત કુલ કિ.રૂ.૧,૫૦,૩૨૫/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ચોરી કરેલ મોટર સાયકલ-૦૩ કિ.રૂ.૯૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…
નેસવડ સરકારી માધ્યમિક શાળાના ૬૨ જેટલાં વિદ્યાર્થીઓએ સિંહના મોહરા પહેરી ‘વિશ્વ સિંહ દિવસ’ની અનોખી રીતે કરી ઉજવણી
સમગ્ર વિશ્વમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે તથા સિંહ સંરક્ષણમાં લોકોની…
ભારતીય બનાવટનાં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…