જામનગર: જામનગર માં વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી કાર્યક્રમ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા માં શ્રી રામલલા નું ભવ્ય મંદિર નું નિર્માણ માટે તથા હિન્દુ રાષ્ટ્ર ના નિર્માણ માટે ડો. હેડ ગોવાર ‘ભવન સંઘ કાર્યાલય’ જામનગર ખાતે જીલ્લા બેઠક યોજાઇ હતી
આ બેઠકમાં માનનીય શ્રી અખિલ ભારતીય પ્રવક્તા તથા વિશ્ર્વ હિન્દુ પરિષદ સામાજીક સમરસ્તા ના કેન્દ્રીય મંત્રી શ્રી દેવજીભાઈ રાવત નુ માર્ગદર્શન આપેલ તેઓ શ્રી દ્વારા જણાવ્યા મુજબ કે શ્રી રામ જન્મભૂમિ મંદિર ના કાનુની વિવાદ ન્યાયાલય માં ૭૦ વર્ષ સુધી કાનૂની લડત બાદ તારીખ ૦૯/૧૧/૨૦૧૯ ના રોજ નામદાર ઉચ્ચ અદાલત દ્વારા રામ જન્મભૂમિ મંદિર ના નિર્ણય આપેલ ત્યાર બાદ ભારત દેશ ના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સાધુ સંતો ની ઉપસ્થિતિમાં ૩ હજાર જેવા ધાર્મિક સ્થાનો થી જળ અને માટી એકત્રીત કરી અને રામજન્મભૂમિ પર ભવ્ય રામ મંદિર નુ નિર્માણ થાય તેમના પાયા માં અર્પણ કરી અને દિવ્ય ને ભવ્ય ભૂમિ પૂજન તારીખ ૫ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ કર્યું હતું
હાલ શ્રી રામ જન્મભૂમિ મંદિર અયોધ્યા માં ૨.૭ એકર જમીન ઉપર કુલ ત્રણ માળ પાંચ શિખર શિખર ની ઉંચાઈ ૧૬૧ ફુટ કુલ પહોળાઈ ૨૩૫ ફુટ કુલ લંબાઈ ૩૬૦ ફુટ કુલ નિર્માણ ક્ષેત્ર ૫૭.૪૦૦ વર્ગ ફુટ અને ભોંયતળિયા ના સ્તંભો ની સંખ્યા ૧૬૦ ફુટ તેમજ મંદિર ના વાસ્તુકળા તરીકે આકિર્ટેક તરીકે શ્રી ચંદ્રકાંતભાઈ સૌમૈચા તેમજ મંદિર ના નિર્માણ તરીકે કર્તા લાર્સન એન્ડ ટ્રર્બો તથા ટાટા કંપની દ્વારા મંદિર નિર્માણ થઈ રહ્યું છે
શ્રી રામ જન્મભૂમિ પર મંદિર ની સાથે સાથે મ્યુઝિયમ ગ્રંથાલય રંગભૂમિ (૩૬૦ ડિગ્રી) યજ્ઞશાળા સંમેલન હોલ ભવન અતિથિ ગ્રુહ કેન્દ્ર સરકાર દ્વારા રેલ્વે અભિનેખાગાર ધર્મશાળા વગેરે નિર્માણ થઈ રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા રેલ્વે ટર્મિનલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ રસ્તાઓ તથા રાજ્ય સરકાર દ્વારા અયોધ્યા માં વિકાસ યોજના થઈ રહી છે
માનનીય શ્રી કેન્દ્રીય સંઘ ચાલક તથા સંતો દ્વારા આહવાન થયેલ છે અયોધ્યામા રામ મંદિર બનવું જોઈએ દરેક હિન્દુ ના હ્દયમાં અયોધ્યા બનવું જોઈએ અને તે સાથે રાષ્ટ્ર નું નિર્માણ થવુ જોઈએ તે હેતુથી દેશમાં ૪ લાખ ગામડામાથી તથા ૨૨ કરોડ કરોડ હિન્દુ પરીવારમાથી ધન સંગ્રહ કરી મંદિર ના નિર્માણ મા ઉપયોગ થવાનું છે તે અભ્યાન ૧૫ જાન્યુઆરી ૨૦૨૧ ની ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧ મકરસંક્રાંતિ થી માધ પૂર્ણિમા સુધી થવાનો છે આ અભિયાન જામનગર જિલ્લામાં મા બે વિભાગમાં માધ્યમથી અભ્યાન થશે એમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ માથી અભિયાન ના જીલ્લા સહ પ્રમુખ તરીકે જીલ્લા મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા તથા શહેર સહ પ્રમુખ સુબ્રમણ્યમ પીલ્લે ની નિયુક્તિ કરવામાં આવી છે
આ બેઠક માં સૌરાષ્ટ્ર પ્રાંતમાથી બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રમુખ રવિરાજસિહ જાડેજા તથા વિભાગ માથી વિશાલભાઈ ખખ્ખર જીલ્લા અધ્યક્ષ ભરતભાઇ ફલયા તથા જીલ્લા કોષાધ્યક્ષ સુબ્રમણ્યમ પીલ્લે સેવા વિભાગ પ્રમુખ ગોવિંદભાઇ પરમાર જીલ્લા સહ મંત્રી જીતુભાઈ ગાલા સેવા વિભાગ પ્રમુખ પ્રફુલભાઈ ચોહાણ માતૃ શક્તિ સંયોજીકા નિમીષાબેન ત્રિવેદી હિનાબેન અગ્રાવત તથા જીલ્લા અને શહેરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ જીલ્લા બેઠક નુ સંકલન જીલ્લા મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયાએ કરેલ હતું