ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા,પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને હાલમાં ચાલતી પ્રોહી જુગારની ડ્રાઈવ સંદર્ભે શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતાં વધુમાં વધુ કેસો કરવા સુચનાઓ આપેલ હતી.
.
આજરોજ એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેરનાં ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉપરોકત સુચના અનુસંધાને પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર મંત્રેશ કોમ્પલેક્ષ પાસે આવતા પો.કોન્સ. સંજયભાઇ નાથાભાઇ ચુડાસમાને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર ખારશી તરસમીયા રોડ ખારશીમાં બુધાભાઇની દુકાનની સામે રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળેજાહેરમાં અમુક ઇસમો ગંજી પતાના પાના તથા પૈસા વતી હાથ-કાપ નો હાર જીત કરી જુગાર છે. ચોક્કસ બાતમી આધારે સ્ટાફનાં માણસોએ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમા સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે પૈસા-પાના વતી હાથ-કાપનો હારજીતનો જુગાર રમતા નીચે મુજબનાં માણસો ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૧૦,૪૦૦/-નાં મુદ્દામાલ મળી આવેલ.
1. રમેશભાઇ જીવણભાઇ મકવાણા/કોળી ઉ.વ.૪૫ રહે. હનુમાનજીના મંદીર પાસે, કુમળીબેની દુકાનની સામે, ખારશી , ભાવનગર
2. પ્રવિણભાઇ ગોબરભાઇ દીહોરા/કોળી ઉ.વ.૪૦ રહે.ખારશી તરસમીયરોડ બાપા સીતારામ સોસાયટી, જાદવભાઇની દુકાન ની પાસે,ભાવનગર
3. તુલશીભાઇ મંગાભાઇ સોલંકી/કોળી ઉ.વ.૪૨ રહે.પ્લોટ નંબર-૩૨/બી,કૈલાશ સોસાયટી,ઘોઘારોડ ભાવનગર.
4. જીતેન્દ્રભાઇ ઉર્ફે બુલેટ દુલાભાઇ જાંબુચા/કોળી ઉ.વ.૩૩ રહે.ઘોઘારોડ ગાયત્રી મંદીર પાસે કૈલાશ સોસાયટી પ્લોટ નંબર ૧૯ ભાવનગર.
5. બુધાભાઇ ગેલાભાઇ ચુડાસમા/કોળી ઉ.વ.૩૬ રહે.ખેડુતવાસ પાટા પાસે બહુચર માતાના મંદીર સામે,પ્લોટ નંબર ૨૧૯, ભાવનગર
આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરાસાહેબ તથા એન.જી. જાડેજા સાહેબની સુચના અને માર્ગ દર્શન અનુસાર H.C. સાગરભાઇ જોગદિયા, મહેન્દ્રભાઇ ચૌહાણ, ઘનશ્યામભાઈ ગોહીલ તથા PC. સંજયભાઇ નાથાભાઇ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં
અહેવાલ-મુકેશ-એસ-વાઘેલા