Breaking NewsLatest

જ્ઞાન ભક્તિનો અનોખો કાર્યક્રમ માનવ મહેક મોહન મિતનું થશે આયોજન.

યુનિવર્સલ સ્પીરીચ્યુઅલ અપલીફ્ટમેન્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘માનવ મહેક મોહન મિત’ વિષય પર જ્ઞાન-ભક્તિનાં અનોખા કાર્યક્રમનું આયોજન તા.૧૯ ડિસેમ્બર, ૨૦૨૧, રવિવારે સાંજે ૬:૦૦ વાગે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ટ્રસ્ટની યૂટ્યુબ ચેનલ પર લાઈવ પ્રસારણ થવાનો છે.

આ ટ્રસ્ટની સ્થાપના પૂજ્ય શ્રી સુરેશ કોઠારીએ કરી છે. તેઓએ ૧૭મી ડિસેમ્બર,૧૯૭૨ ના દીવસે જીવતાં જ મૃત્યુનો અનુભવ કર્યો હતો. તે દરમિયાન તેઓને દિવ્ય પ્રીત-પ્રકાશ-ગતિની અનુભૂતિ થઈ હતી. અને ત્યારબાદ એમના જીવનમાં એક વળાંક આવ્યો અને તેમની આધ્યાત્મિક અંતર યાત્રાને નવો વેગ મળ્યો. આ અનુભૂતિ બાદ તેઓ સહજ સમાધિમાં સરી જતાં અને પ્રભુ સંદેશાઓને ઝીલતાં રહેતાં. પ્રભુ સંદેશાઓની પ્રસાદી રૂપે પરમાત્માએ તેમને અઢળક પઘ પદોનું ધન અર્પ્યું.

લગભગ ૮૦૦૦૦થી વધુ પદ્ય પદોનું ધન વિવિધ ભાષાઓમાં ઊતર્યું છે. આ પદ્ય પદોનું સંકલન વિવિધ પુસ્તકો રૂપે કરવામાં આવ્યું છે. અત્યાર સુધી લગભગ ૧૭૫૦૦ પાના જેટલું સંકલન પુસ્તક રૂપે થયું છે. એમાંના કેટલાંક પદ્ય પદોને અમે ભજન રૂપે ગાઈએ છીએ. આ પ્રભુ પ્રસાદીના સંદેશાઓને, જિજ્ઞાસુ ભક્તોને અર્પણ કરવાના હેતુથી આ ટ્રસ્ટની સ્થાપના થઈ છે.

અમારી સંસ્થા આશરે ૩૦ વર્ષથી પ્રભુના આ ધનને સમાજમાં અર્પણ કરવાં જ્ઞાન-ભક્તિનું આયોજન પ્રત્યક્ષ રૂપે મુંબઈ તથા ગુજરાતનાં જુદાં જુદાં ગામોમાં કરે છે. તદ્ઉપરાંત ડિજીટલ મિડીયાના માધ્યમ દ્વારા પણ અમે આ પ્રભુ સંદેશાઓને પ્રસરાવીએ છીએ. આ જ્ઞાન-ભક્તિના આયોજન પાછળનો હેતુ એક જ છે, કે પ્રભુ પ્રસાદીના અક્ષર શબ્દોનું ધન વધુ ને વધુ લોકોમાં વહેંચી શકાય. કોવિડની મહામારીને લીધે આ વરસે પણ પ્રત્યક્ષ મળવાનું શક્ય નથી, તેથી ડિજીટલ મિડીયા (યૂટ્યુબ – ફેસબુક લાઈવ) દ્વારા આપ જ્ઞાન-ભક્તિના આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાઈ શકશો.

સંસ્થાની યૂ ટ્યુબ ચેનલ પર આપ અન્ય ભક્તિ સત્સંગના કાર્યક્રમો તથા ભજનો પણ જોઈ શકશો. આ ભક્તિ સત્સંગમાં પ્રત્યક્ષ તથા ઓનલાઈન જોડાવા માટે આપની વિગત અમને ઈમેઈલ દ્વારા મોકલાવી શકો છો, જેથી તમને ભવિષ્યના સત્સંગની જાણ કરી શકાય. અમારી વેબ સાઈટ પર ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ, ઉદ્દેશ, તથા પુસ્તકો વિશે આપને વધુ જાણકારી મળશે.

પુસ્તકનું લોકાર્પણ –  ‘માનવ મહેક મોહન મિત’

જ્ઞાન-ભક્તિનું આયોજન –  તારીખ : ૧૯મી ડિસેમ્બર, રવિવારે, સાંજે ૬:૦૦ વાગ્યાથી..

અહીં નોંધણી કરો – .http:/usuct.org/event-details/2

યુટ્યુબ ચેનલ – Universal Spiritual Upliftment and Charitable Trust (USUCT)

ઈમેઈલ – [email protected]
વેબ સાઈટ – .www.usuct.org

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 678

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *