ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા કરવામાં આવતી ગ્રામસેવક ભરતીમાં અગાઉ કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRS ના વિદ્યાર્થીઓને લાયક ગણવામાં આવતા હતા,પરંતુ સરકાર દ્વારા તા:૧૧.૦૧.૨૨ના જાહેરનામાં દ્વારા ડિપ્લોમા અને BRS ઉપરાંત ઉચ્ચ ડિગ્રીઓનો સમાવેશ કરી દેવાતા કૃષિ ડિપ્લોમા અને BRSના વિદ્યાર્થીઓએ ભારે આક્રોશ નોંધાવ્યો છે
વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર ડિપ્લોમા અને BRS માટે પોતાના અભ્યાસને અનુરૂપ માત્ર ગ્રામસેવકની પોસ્ટ પર જ તેમને રોજગારી મળતી હતી જ્યારે ઉચ્ચ ડિગ્રીઓ માટે તેમની જગ્યાને અનુરૂપ અનેક પોસ્ટ પર રોજગારીની તકો રહેલી છે,તેમજ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આ બાબતે ૭ જેટલા સાંસદ અને ૧૪ જેટલા ધારાસભ્યોએ તેમજ ૧૪ જેટલી વિદ્યાપીઠોએ લેખિત સમર્થન આપી પંચાયતમંત્રીને પત્ર દ્વારા ૧૧.૦૧.૨૦૨૨નું જાહેરનામું રદ કરવા રજુઆત કરી છે,આ સિવાય વિદ્યાર્થીઓએ સચિવાલય ખાતે મંત્રી અને વિભાગમાં રૂબરૂ લેખિત રજૂઆતો,રાજ્યભરમાં આવેદનપત્રો પાઠવવા છતાં સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા ન કરવામાં આવતા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી દેશના વડાપ્રધાનને ખુલ્લો પત્ર લખીને ગુજરાત સરકાર પાસેથી ન્યાય અપાવવા અનુરોધ કર્યો
પ્રધાનમંત્રીને ખુલ્લા પત્ર દ્વારા વિદ્યાર્થીઓએ લખ્યું કે તમે મહાત્મા ગાંધીજીના વિચારો અને આદર્શોને માનનાર વ્યક્તિ છો, તેમજ આપની કર્મભૂમિ ગુજરાત રહી છે ત્યારે આપ વિદ્યાપીઠોને નજીકથી જોઈ અને સમજી છે ત્યારે આપે આ વિષયને ગંભીરતાથી લઈને વિનંતી કરીએ છે કે ડિપ્લોમા તદુપરાંત ગાંધીજીના વિચારો પર ચાલતી વિદ્યાપીઠોના વિદ્યાર્થીઓ માટેની એકમાત્ર(ગ્રામસેવકની)તક બચાવવા તા:૧૧.૦૧.૨૨નું જાહેરનામું રદ કરી અમારી મદદ કરો અને ગુજરાત સરકાર તેમજ પંચાયત વિભાગ અને મંત્રી પાસેથી અમને ન્યાય અપાવો
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા