💫 ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી. જાડેજા, શ્રી.એ.પી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.
💫 આજરોજ ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશનનાં ગ્રામ્ય વિસ્તારમાં ઉપરોક્ત સુચના અન્વયે પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન રાતાખડા ગામના તળાવ પાસે આવતા એલ.સી.બી.નાં હેડ કોન્સ.મહિપાલસિંહ ગોહિલ તથા પો.કો. અરવિંદભાઇ બારૈયાને સંયુકત રાહે હકિકત મળેલ કે,વિજયભાઇ વિઠ્ઠલભાઇ ડાભી રહે.રાતાખડા તા.તળાજા જી.ભાવનગર વાળા એ પોતાના રહેણાંક મકાને ગે.કા ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે. જે હકિકતવાળી જગ્યાએ આવી રેઇડ કરતાં મકાને વિજયભાઇ વિઠ્ઠલભાઇ ડાભી ઉ.વ.૨૫ ધંધો-કડીયાકામ રહે.રાતાખડા તા.તળાજા જી.ભાવનગરવાળો હાજર મળી આવેલ.તેનાં રહેણાંક મકાને જડતી તપાસ કરતાં મેકડોવેલ્સ નંબર-૧ સુપરીયર વ્હીસ્કી ૭૫૦ ML ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ કાચની કંપની સીલપેક બોટલ નંગ-૧૬૮ મળી આવેલ.તેની કિ.રૂ. ૫૦,૪૦૦/-ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.
💫 આ વિજયભાઇ વિઠ્ઠલભાઇ ડાભીને ઉપરોકત ઇંગ્લીશ દારૂનો જથ્થો કયાંથી-કોની પાસેથી લાવેલ તે બાબતે પુંછતાં ’’ આજથી ચારેક દિવસ પહેલા અજીતભાઇ જોધાભાઇ ગોહીલ રહે.જુના પાદર તા.જેસરવાળો આપી ગયેલ હોવાનુ જણાવેલ.’’ જે અંગે ઉપરોકત બંને ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી થવા માટે તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળની કલમો મુજબ ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે.
💫 આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એન.જી.જાડેજા, શ્રી એ.પી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર પો.હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ, મહેન્દ્દભાઇ ચૌહાણ, નરેશભાઇ બારૈયા તથા પો.કોન્સ. અરવિંદભાઇ બારૈયા તથા ડ્રાયવર પો.હેડ કોન્સ. સુરૂભા ગોહિલ જોડાયા હતાં.