પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પો.સબ ઇન્સ.શ્રી પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો ને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/ કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
ગઇ તા.૧૯/૦૫/૨૦૨૨નાં રોજ પી.આર.સરવૈયા પો.સબ ઇન્સ.,એલ.સી.બી.,ભાવનગરનાંઓને બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર, દાઠા પોલીસ સ્ટેશનમાં સને-૨૦૨૧માં દાખલ થયેલ દુષ્કર્મનાં ગુન્હામાં મદદગારી કરનાર નાસતાં-ફરતાં આરોપી ભદાભાઇ ભવાનભાઇ બારૈયા રહે.દયાળ તા.મહુવા જી.ભાવનગરવાળો હાલ-કંટોલ તા.કુતિયાણા જી.પોરબંદર ખાતે રહે છે. જે બાતમી આધારે ગઇકાલ તા.૨૦/૦૫/૨૦૨૨નાં રોજ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોએ પોરબંદરનાં કંટોલ ગામે જઇ નાસતાં-ફરતાં આરોપી અંગે તપાસ કરતાં નાસતાં-ફરતાં આરોપી ભદાભાઇ ભવાનભાઇ બારૈયા ઉ.વ.૩૩ ધંધો-ખેતી રહે.દયાળ તા.મહુવા જી.ભાવનગર હાલ-કંટોલ તા.કુતિયાણા જી.પોરબંદરવાળા હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે ભાવનગર,દાઠા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા,પો.હેડ કોન્સ. જયરાજસિંહ જાડેજા, પો.કોન્સ. ધર્મેન્દ્દસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ,ટેકનીકલ સેલનાં પો.કોન્સ. સંજયભાઇ ચૌહાણ તથા ડ્રાયવર બ્રિજરાજસિંહ ગોહિલ