જામનગર: થોડા દિવસ અગાઉ જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે પતિ ને માર મારી પત્ની સાથે દુષ્કર્મ મામલે આરોપીઓને કડક સજાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને ભરવાડ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું..
જામનગર જિલ્લામાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે થોડા દિવસ અગાઉ જિલ્લાના ધ્રોલ મુકામે પતિ પત્ની વાડીએ જતા હતા ત્યારે બે શખ્સો દ્વારા પતિને માર મારી પત્નીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેના પડઘા સમગ્ર જામનગર જિલ્લામાં જોવા મળ્યા છે ઉપરાંત ધ્રોલના વ્યાપારીઓ દ્વારા આ બાબતે બંધ પણ રાખવામાં આવ્યું હતું. આ દુષ્કર્મ બાબતે સખત આક્રોશ વ્યક્ત કરતા અને આ ઘટના ને વખોડતા જામનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહીની તેમજ ભરવાડ સમાજ દ્વારા જામનગર જિલ્લા કલેક્ટર ખાતે આરોપીઓને સખત માં સખત સજા થાય તે અંગે તેમની માંગો સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જિલ્લા મંત્રી ધર્મેશ ગોંડલીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ આરોપીઓ ખુલ્લે આમ ફરતા હોવાનું જણાવી તેઓની ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેમજ આ આરોપીઓ વિરુદ્ધ અન્ય ગુના પણ નોંધાયેલ હોઈ તેમની પણ તાત્કાલિક તપાસ કરવામાં આવે અને ન્યાયાલયમાં ટ્રાયલ ચાલુ કરી અને તે ટ્રાયલ સમયે સ્પેશિયલ પ્રોસિક્યુશન તરીકેની નિમણુંક કરી રોજ બરોજ ટ્રાયલ ચલાવી તાત્કાલિક નિર્ણય લેવામાં આવે અને તેમના જામીન નામંજૂર કરવામાં આવે તેવી માંગ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવી હતી.