નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા લોહાણા સમાજની બાળ કલાકાર ડાન્સર, એક્ટર મોડલ યુટ્યુબર હિરેન ઠકકર અને હિરલ ઠક્કર ની સુપુત્રી ખ્વાઈશ ઠક્કરનું સન્માન કરવામાં આવશે ,
જ્યારે કોરોનાની મહામારી થી આખી દુનિયા જજુમતી હતી ત્યારે ઘરમાં રહીને શાળા અને ટ્યુશન બંધ હોવાનો ફાયદો લઈને ૫ વર્ષ ની ખ્વાઈશ ઠક્કરના મમ્મી હિરલ ઠક્કરે યુટ્યુબ પર ચેનલ બનાવી અને અન્ય પ્રવૃત્તિ (રસોઈ,આર્ટ એન્ડ ક્રાફ્ટ, એક્ટિંગ વગેરે) દ્વારા આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો તારીખ ૨૭ -૮- ૨૦ ના રોજ પ્રથમ વીડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો હતો, જેના ત્રણ હજારથી વધારે વ્યૂઝ પણ આવ્યા હતા અને તારીખ ૨૯-૧૧- ૨૦૨૦ ના રોજ અમિત ઠક્કર દ્વારા રજૂ કરેલી “કીટી પાર્ટી ” (શોર્ટ ફિલ્મ )દ્વારા ખ્વાઈશને કરિયરની નાનકડી શરૂઆત થઈ હતી,
તદ ઉપરાંત આસામની ઈન્ટરનેશનલ કિડ્સ ફેશન શો માં પણ ત્રીજા નંબર પર આવીને લોહાણા સમાજનું ગૌરવ વધારેલ અન્ય કોમ્પિટિશનમાં વિજેતા બની ગઈ છે. તેમના પરિવાર અને સમાજનું પણ નામ રોશન કર્યુ હતું આ જોઈને અને તેમની કલા અને સફળતાને જોઈને તાજેતરમાં ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા નવસારીની શહેરમાં રહેતી લોહાણા સમાજની બાળ કલાકાર યુટુબર મોડલ એક્ટર ખ્વાઈશ ઠક્કર, હિરલ ઠક્કર અને હિરેન ઠકકર ની સુપુત્રી છે. અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર ભાટિયાના વરદ હસ્તે ભગવાનશ્રી દ્વારકાધીશ નું સ્મુર્તી, સન્માનપત્ર પ્રમાણપત્ર આપી આગામી સમયમાં સન્માન કરવામાં આવ્યું છે તથા ખ્વાઈશ ઠક્કર કલાક્ષેત્રે પરિવારનું તથા ગરવી ગુજરાત અને રાષ્ટ્રીય નામ રોશન કરે એવી વીણા વાદીની કલા દેવી સરસ્વતી અને દ્વારકાધીશને પ્રાર્થના સહ અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયા તથા સંસ્થાના અધિકારીશ્રી પરશોતમભાઈ કછેટીયા તેમજ સમિતિ દ્વારા અને અન્ય શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટના પ્રમુખશ્રી ટ્રસ્ટીશ્રીઓ દ્વારા અંતરથી શુભેચ્છા પાઠવી જય જય ગરવી ગુજરાત મહામૂલ્ય સૌગાત ધન્ય ધરા ગુજરાત લોક કલા સંસ્કૃતિ નો ગુજરાતનો વારસો છે