અમદાવાદ: અમદાવાદના નારોલમાં મોડી રાત્રે 1:10 કલાકે લાગેલ ભયંકર આગમાં કાપડનો મોટો જથ્થો બળી ને નાશ પામ્યો છે. સાથે સાથે આ વિનાશક આગમાં બુઝાવવાના પ્રયાસ માં વપરાયેલ પાણી થી આજુબાજુ નો સારો કાપડનો જથ્થો પણ પાણી થી નુકસાન પામેલ છે. આગથી બિલ્ડીંગના શેડ ને પણ ભારે નુકસાન થયેલ છે.
આગ ની માહીતી મળતા અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ ના એડી. ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ તેમના મદદનીશ અધિકારીઓ તથા 60 થી વધુ ફાયરમેન સ્ટાફ અને ફાયર ફાયટર, વોટર ટેન્કર, વોટર બાઉઝર , ટર્ન ટેબલ લેડર મળી 16 થી વધુ ફાયર ના વાહનો સાથે આગના બનાવ ના ઘટના સ્થળે તાત્કાલીક પહોંચી જઇ સતત છ કલાક સુધી ભારે જહેમત અને વ્યુહાત્મક રીતે પાણીનો મારો ચલાવી ફેક્ટરીના અંદર બાજુ માં પડેલ કરોડો રુપિયા નો કાપડનો જથ્થો બચાવી લીધેલ હતો.
એડી. ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ ના જણાવ્યા મુજબ આગ છ કલાક ની ભારે જહેમત બાદ કાબુમાં આવી ગયેલ છે. આ આગ થી કોઈ ઈજા કે જાનહાની થયેલ નથી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જે અંગે એફ એસ એલ દ્વારા આગનું ચોક્કસ કારણ ની તપાસ કરવામાં આવશે.
ફાયર ના વરીષ્ઠ અધિકારી શ્રી રાજેશ ભટ્ટ ના જણાવ્યા મુજબ આ આગથી તુટી પડેલ શેડ આગ બુઝાવવામાં અવરોધ ઉભા કરી રહેલ છે જે હટાવડાવી ત્યાર બાદ આગ ને સંપૂર્ણ બુઝાવતા હજુ બીજા ચાર થી છ કલાક થાય તેમ છે.
ફેક્ટરીમાં ફીટ કરવામાં આવેલ ફાયર સેફ્ટી ના સાધનો અસરકારક રીતે કાર્યક્ષમ હોવાથી અને વિશાળ માત્રામાં પાણી નો જથ્થો ફેક્ટરી માં ઉપલબ્ધ હોવાથી આગ પર કાબુ મેળવવા માં મહત્વની અસરકારક ભૂમિકા બજાવી કરોડો રુપિયા ની સંપતિ બચાવી લેવામાં આવેલ હતી તેમ શ્રી ભટ્ટે ઉમેર્યું હતું