ગુજરાતમાં માત્ર આમ આદમી પાર્ટી છે જે લોકોના પ્રશ્નો પર ધ્યાન આપે છેઃ ઇસુદાન ગઢવી
ગુજરાતમાંપરિવર્તન યાત્રા જેવી ઐતિહાસિક યાત્રા આજ સુધી કોઈ પાર્ટીએ કરી નથી: ઇસુદાન ગઢવી
આ પરિવર્તન યાત્રા દ્વારા આમ આદમી પાર્ટીએ આવનારી ચૂંટણીમાં જીતનો પાયો નાખ્યો છેઃ ઇસુદાન ગઢવી
પરિવર્તન યાત્રાની સફળતાથી ભાજપ કોંગ્રેસનું મનોબળ તૂટી ગયું છેઃ ઇસુદાન ગઢવી
સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની લહેર સાથે આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા આગળ વધી રહી છે અલગ અલગ જગ્યાએ લોકો દ્વારા પરિવર્તન યાત્રાનું સ્વાગત કરવામાં આવે છે આ પરિવર્તન યાત્રા દ્વારા આમ આદમી પાર્ટીએ આવનારી ચૂંટણીમાં જીતનો પાયો નાખ્યો છે આ પરિવર્તન યાત્રાની સાથે સાથે આમ આદમી પાર્ટી એક જનમત પણ લઈ રહી છે. જેમાં મહત્વના મુદ્દાઓ પર ગુજરાતની જનતા પાસેથી અભિપ્રાય લેવામાં આવે છે. પહેલીવાર જનતાને અનુભૂતિ થઈ રહી છે કે ગુજરાતમાં કોઈ એવી પાર્ટી આવી છે જે પ્રજાના પ્રશ્નો પર ધ્યાન આપી રહી છે
છઠ્ઠા દિવસે પરિવર્તન યાત્રા નીચેના માર્ગો પરથી પસાર થશે
સોમનાથથી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા,પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષા બેન ખુંટની આગેવાની હેઠળ નીકળેલી પરિવર્તન યાત્રા સવારે 5 વાગ્યે બગસરાથી નીકળીને 11 વાગ્યે ચલાલા પહોંચી હતી ત્યાંથી ઉપડી સાંજે 4 વાગે અમરેલી પહોંચશે અમરેલીથી નીકળીને પરિવર્તન યાત્રા રાત્રે 8 ચિતલ ખાતે વિરામ કરશે
દ્વારકાથી રાજ્યના નેતા ઇસુદાન ગઢવી,આપ’ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને સંગઠન મંત્રી અજીત લોખીલની આગેવાનીમાં પરિવર્તન યાત્રા સવારે 10 કલાકે તોરણીયા ગામથી નીકળી સાંજે 5 કલાકે ઉપલેટા પહોંચશે, ઉપલેટાથી નીકળી સાંજે 7 કલાકે ખાખી જલિયા ખાતે આરામ કરશે
દાંડીથી રાજ્ય સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા,સંગઠન મંત્રી રામ ધડુક અને ‘આપ’ નેતા રાકેશ હિરપરાની આગેવાની હેઠળની પરિવર્તન યાત્રા સવારે 9 વાગ્યે પર્વત પાટિયાથી નીકળશે અને સાંજે 4 વાગ્યે માતાવાડી પહોંચશે ત્યાંથી નીકળ્યા બાદ સાંજે 5:15 વાગ્યે લંબે હનુમાન રોડ પહોંચશે ત્યાંથી નીકળીને પરિવર્તન યાત્રા રાત્રે 9 કલાકે પાસોદરા ખાતે રોકાશે
અબડાસા (કચ્છ) ખાતેથી ખેડૂત સંગઠનના પ્રમુખ રાજુ કરપડા અને રાજ્યના ખજાનચી કૈલાશદાન ગઢવીની આગેવાની હેઠળની પરિવર્તન યાત્રા સવારે 7 વાગ્યે સ્વામી નારાયણ મંદિર (ભુજ)થી નીકળીને સવારે 8:30 વાગ્યે ભૂતનાથ મહાદેવ મંદિરે પહોંચી હતી ત્યાંથી નીકળ્યા બાદ પરિવર્તન યાત્રા રાત્રે 8 કલાકે ખાવડા ખાતે વિશ્રામ કરશે
સિદ્ધપુરથી પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી,સંગઠન મંત્રી રમેશ નાભાણી અને મહામંત્રી સાગરભાઈ રબારીની આગેવાનીમાં આ પરિવર્તન યાત્રા સવારે 9 કલાકે કડી,મામલતદાર કચેરીએથી નીકળી સાંજે 6 કલાકે ભાગ્યોદય ચોકડી ખાતે પહોંચશે ત્યાંથી નીકળ્યા બાદ પરિવર્તન યાત્રા રાત્રે 8 કલાકે બહુચરમાતા મંદિરે રોકાશે
ઉમરગાંવથી પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા અને BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાની હેઠળની પરિવર્તન યાત્રા સવારે 7:30 કલાકે મહુવાથી નીકળી બપોરે 12 કલાકે સરભણ પહોંચશે ત્યાંથી નીકળીને પરિવર્તન યાત્રા સાંજે 5:30 કલાકે બારડોલી ખાતે રોકાશે
આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાને મળેલી સફળતાને કારણે ભાજપ કોંગ્રેસનું મનોબળ તૂટી ગયું છે ગુજરાતમાં આજદિન સુધી આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા જેવી ઐતિહાસિક યાત્રા કોઈ પાર્ટીએ નીકળી નથી આ પરિવર્તન યાત્રાનું નામ ગુજરાતના ઈતિહાસમાં નોંધાશે
રીપોર્ટ નિલેષ ઢીલા