પાલીતાણાના આદપુર ગામે રહેતા અને આદપુર ગામે ભાડવા ડુંગર તરીકે ઓળખાતા ડુંગર ઉપર જૈન દેરાસરમા મજુરી કરતા સ્વ પ્રકાશભાઇ પુનાભાઇ મકવાણા
થોડા મહિના પહેલા ડુંગર પર કામ કરતા શ્રમીકની ઉપર વીજળી પડતા તેમનુ અવસાન થયેલ
આકસ્મિક મુત્યુ પામતા આદપુર ગામના સરપંચ ગોહિલ રાઘવભાઇ દ્વારા પાલીતાણા આણંદજી કલ્યાણજી પેઢીને મુલાકાત કરી આ ઘટનાની જાણ કરતા આણંદજી કલ્યાણજી પેઢીએ સદભાવના અને માનવતા દર્શાવી મુત્યુકના પરીવારને 1 લાખ રૂ.નો ચેક અર્પણ કરતા આણંદજી કલ્યાણજી પેઢી વતી ટ્રસ્ટી શ્રી શેઠ શ્રીપાલભાઇ અને મેનેજર મનાદાદાએ આદપુર ગામના મુત્યકના પરીવાર તેમજ ગામના વડીલોની હાજરીમાં ચેક આપી માનવતાનુ ઉદાહરણ પુરૂ પાડ્યુ
તેમજ સરપંચ દ્રારા સરકારને રજુઆત કરતા પાલીતાણા તાલુકા વિકાસ અધિકારી અને પોલિસના સહકારથી સરકાર તરફથી આકસ્મિક સહાય રૂ.4 લાખ મળતા તેમજ પેઢી દ્વારા રૂ.1 લાખ મળી મુત્યકના પરીવારને કુલ રૂ.5 લાખની સહાય મળતા
પરીવાર તથા સરપંચ. શાળાના આચાર્ય તેમજ ગામજનોએ તમામનો આભાર માન્યો હતો
રીપોટર મહેશ બારૈયા તળાજા