રાજકોટ: કોરોનાના કહેરના કારણે ગુજરાત સરકારે ચાર મોટા શહેરોમાં રાત્રી કરફ્યુ લગાવી દીધો છે. જેના ભાગ રૂપે રાજકોટ શહેરમાં બહારગામથી આવતી એસટી બસ ગ્રીનલેન્ડ ચોકડી પાસેના પીકઅપ પોઈન્ટ પર મુસાફરોને ઉતારી દે છે. રવિવારે મધરાત્રે ત્રણ બાળકો સાથે પતિ-પત્નિ બસમાંથી ઉતર્યા…..મધરાત્રે કડકડતી ઠંડીમાં બાળકો ધ્રૂજતા હતા, પણ પતિ-પત્નિએ ઘરે પહોંચવા માટે મજબૂરીવશ પગપાળા જવાનું શરૂ કર્યું…..થોડે દુર ગયા અને સામેથી પોલીસ જોવા મળી, પતિ-પત્નિ ફફડી ગયા…તેમને ડર હતો કે પોલીસ રોકીને તેમને ફટકારશે. જેમ જેમ પોલીસ નજીક આવતી ગઈ, તેમ તેમ ફફડાટ વધતો ગયો.બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ બી ઔસુરા અને ટીમે દંપતિને રોક્યું માસુમ બાળકો ઠંડીમાં ધ્રુજતા હતા, પતિ-પત્નિ પણ પોલીસના દંડા પડશે તેવા કાલ્પનિક ડરથી ધ્રુજી રહ્યા હતા. પીઆઈએ દંપતિની પુછપરછ કરી. પતિ-પત્નિએ કહ્યું હે સાહેબ,અમે સંબંધીને મળવા કચ્છના નખત્રાણા ગયા હતા આવતાં મોડું થયું અને બસમાંથી પીકઅપ પોઈન્ટ પર ઉતરવું પડ્યું. આ દરમિયાન પીઆઈ ઔસુરાએ પીસીઆર વાન બોલાવી, પીસીઆર વાન આવતાં જ દંપતિ અને બાળકોને પીસીઆર વાનમાં બેસાડી દીધા.દંપતિને હજુ પણ ફફડાટ હતો કે તેમને પોલીસ કસ્ટડીમાં પુરી દેશે. પીઆઇ ઔસુરાએ પીસીઆર વાનના પાયલોટને આદેશ કર્યો કે દંપતિને તેમના ઘરે પહોંચાડી દો.જે શબ્દો સાંભળીને દંપતિ પણ આવાક બની ગયું.તેમને સ્વપ્નમાં પણ એવું વિચાર્યું ન હતું કે મધરાત્રે પોલીસ તેમને વાનમાં બેસાડી સહીસલામત તેમના ઘરે પહોંચાડી દીશે.આવી જ ઘટના ફરિથી સોમવારે રાત્રે બની.પીકઅપ પોઈન્ટ પર ઠંડીમાં ધ્રુજતા એક પરિવાર પાસે પોલીસ ઈન્સ્પેક્ટર એમ બી ઔસુરા અને ટીમ પહોંચી.જે દંપતિ ચાર સંતાનો સાથે બસમાંથી ઉતર્યા હતા.બાળકો ઠંડીમાં ધ્રુજતા હતા. પૂછપરછ કરતાં માલુમ પડ્યું કે ઉત્તરપ્રદેશના મસુરાથી તેઓ આવ્યા હતા.રાત્રે કરફ્યુ હોવાથી ઘરે પહોંચવું કેવી રીતે ? પણ પોલીસ ટીમ મદદે આવી.પોલીસ ટીમે પતિ પત્નિ અને તેમના ચાર સંતાનોને પીસીઆર વાનમાં બેસાડી હેમખેમ તેમના ઘરે ઉતારી દીધા.પોલીસે બે દંપતિને પીકઅપ પોઈન્ટથી પીસીઆર વાનમાં બેસાડી પોપટપરા વિસ્તારમાં સહીસલામત ઉતારવાની બે ઘટનાઓએ પોલીસ ટીમને શાબાશી આપતા સંદેશાઓ વહેતા થયા.કરફ્યુમાં રાત્રીના સમયે પોલીસ દંડા મારતી હોવાની લોકોના મગજમાં ઘર કરી ગયેલી માન્યતાને ખોટી ઠેરવતી બે સત્ય ઘટનાઓ છે. પોલીસ પણ લાગણીશીલ પાત્ર છે,તે નિર્દોષતાને સારી રીતે પારખી શકે છે.જે બાબત સાબીત કરી આપી. પોલીસ માત્ર દંડા વાળી કરે એવું નથી હોતું.. સત્યની સાથે સાથે સેવા અને સુરક્ષા પ્રદાન કરવાનું કાર્ય તે આબેહૂબ નિભાવે છે.. પોલીસના આ કાર્ય બદલ એમ તો કહી જ શકાય છે કે પુલીસવાલે હુએ તો ક્યાં હમ ભી દિલ રાખતે હૈ…એક સલામ પુલીસ કર્મીઓ કે નામ..👍🇮🇳