શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અંબાજી ખાતે ભાદરવી મહામેળો તાજેતરમાં સંપન્ન થયો છે ત્યારે અંબાજી ખાતે વિવિધ લોકો માતાજીના દર્શન કરવા આવે છે આજે બપોરે ગુજરાત ના પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે માતાજીના દર્શન કરવા આવ્યા હતા.
વટવા ના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા પોતાના પત્ની અને પુત્ર સાથે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી તેમનુ સન્માન કરવામાં આવ્યું. મંદિરના ગર્ભગૃહમાં જઇ ને માતાજીના દર્શન કર્યા હતા, ત્યારબાદ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા
પ્રહલાદ પૂજારી અંબાજી