કરોડો શ્રદ્ધાળુઓની પરમ શ્રધ્ધા તેમજ શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્ર સમાન પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન કરી, ગણેશ મંદિર, ભૈરવજી અને ગાદી પર દર્શન કરી મા જગદંબાના આશિર્વાદ મેળવ્યાં હતાં.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આજે માં અંબેના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે મા અંબેને પ્રાથના કરી છે કે, દેશના તમામ લોકોનું જીવન નિરોગી અને તંદુરસ્ત રહે તથા લોકોના ઘરમાં સુખ-સમૃધ્ધિ પથરાય. તેમણે જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર વિકાસના અનેક કાર્યો કરી વિકાસકૂચને આગળ ધપાવી રહી છે.
આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલ, રાજ્ય સભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયા, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રીશ્રી ગોરધનભાઇ ઝડફિયા, બનાસકાંઠા જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ગુમાનસિંહ ચૌહાણ, મહામંત્રીશ્રી દિલીપભાઇ વાઘેલા, પાટણ જિલ્લા પ્રભારીશ્રી મયંકભાઇ નાયક, પ્રદેશ ભાજપના અગ્રણીશ્રી કિશોરભાઈ મકવાણા, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી તરુણ દુગ્ગલ,
અંબાજી ભાજપ પ્રમુખ અને ભાજપ મંડળના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.