કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકરોની એક ટીબીની બેઠક પ્રાંતિજ તાલુકાના માતાની મહુડી મંદિર પ્રાંગણમાં ગુજરાત રાજ્ય ના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં તા.20મી માર્ચે યોજવામાં આવી હતી. આ ટીબીની બેઠકમાં પ્રમુખ બળવંતભાઈ પટેલ ..એ.કે મકવાણા . સાબરકાંઠા જિલ્લા પંચાયત ના કારોબારી અધ્યક્ષ વિપુલભાઈ પટેલ જિલ્લા સદસ્યા સેજલબેન પટેલ . જિલ્લા ભાજપ ના લલીત ભાઈ પટેલ ..ધીરૂભાઇ ઝાલા પ્રદિપસિંહ રાઠોડ તાલુકા સંગઠન ના હોદ્દેદારો એ આ ટીબીની બેઠકમાં એક સાથે સામુહિક રીતે ભોજન શ્લોક અને ભારત માતાકી જય ના નારા સાથે સામુહિક ભોજન પ્રસાદ આરોગ્યો હતો.. સામૂહિક ભોજન બાદ બેઠક કરવામાં આવી હતી .આ બેઠકમાં સંગઠન શક્તિ ઓર મજબૂત અને આગામી ચૂંટણી વ્યૂહ રચના તેમજ એક પણ ગામ કે મહોલ્લો વિકાસથી વંચિત ના રહે સરકારી યોજનાઓ થી કોઈ વંચિત ના રહે તે માટે ના સૂચનો મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યા હતા.. અન્ય હોદ્દેદારો દ્વારા પણ વિકાસ સંદર્ભે આને સંગઠન સંદર્ભે સામૂહિક ચર્ચા કરી હતી…