Breaking NewsLatest

બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલનો સપાટો..૧૪ જેટલાં અસામાજિક તત્વોને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા

પાલનપુર: રાજય અને આંતરરાષ્ટ્રી ય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સરસ રીતે જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી આનંદ પટેલે મહત્વનો નિર્ણય લઇ આવા તત્વો સામે સપાટો બોલાવ્યો છે. ડિસેમ્બર મહિનામાં ચોરી, લૂંટ, ઘરફોડ ચોરી, બુટલેગર, ધાડ, અપહરણ જેવી વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પકડાયેલા ૧૪ જેટલાં અસામાજિક તત્વોને (પાસા) હેઠળ રાજયની વિવિધ જેલોમાં મોકલવાના કડક આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવાના અધિનિયમ-૧૯૮૫ હેઠળ કરવામાં આવ્યો છે. જેનાથી બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓમાં રોકાયેલા તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપો છે.
પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો અને તડીપારના કેસોમાં આ દુષણ ડામી દેવા તાકીદે કાર્યવાહી કરવા જિલ્લા મેજીસ્ટ્રેટરશ્રી આનંદ પટેલે તમામ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીઓને સુચના આપી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દિવાળીના તહેવારો દરમિયાન ૩૭,૦૦૦ થી વધુ પ્રવાસીઓએ વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવની મુલાકાત લીધી

એબીએનએસ પાટણ: પાટણની વર્લ્ડ હેરીટેજ રાણકીવાવ વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું…

જામનગરની ૧૮૧ અભયમ ટીમની અદભુત સરાહનીય કામગીરી, તેલાંગણાની મહિલાનો પરિવાર સાથે સંપર્ક કરાવ્યો

જામનગર, સંજીવ રાજપૂત: એક જાગૃત નાગરિક દ્વારા રાત્રી દરમિયાન ૧૮૧ અભયમ હેલ્પલાઇન…

1 of 669

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *