બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલેના હસ્તે વૃક્ષારોપણ રથનું પ્રસ્થાન કરાયું
ભારતભરમાં નોંધપાત્ર પ્રમાણમાં જનજાતિ સમાજની વસ્તી છે. દેશભરમાં કુલ ૭૦૦ થી વધારે જનજાતિ જ્ઞાતિના સમૂહો અને અનુસૂચિઓ જોવા મળે છે. જેમાં ગુજરાતના અંબાજી થી ઉમરગામ સુધીના ૧૪ જિલ્લાઓના ૪૬ તાલુકાઓમાં નોંધપાત્ર ૩૬ જનજાતિ સમાજના જ્ઞાતિ સમૂહો અને અનુસૂચિઓ જોવા મળે છે. જે પૈકી બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાના કુલ-૨૪૭ ગામો પૈકી ૧૮૪ ગામમાં જનજાતિ સમાજ વસવાટ કરે છે. દાંતા અને અમીરગઢ તાલુકામાં ડુંગરી ગરાસીયા, ડુંગરી ભીલ, માજીરાણા, ડુંગરી ઠાકોર અને ડુંગરી રાવળ એમ કુલ-૫ જનજાતિઓ આવેલી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાના પ્રત્યેક ૧૮૪ જનજાતિ સમાજના ગામમાં મા અંબેના પ્રસાદ સ્વરૂપે ગામદીઠ એક વડનો રોપો, ગામદીઠ એક ગુગળનો રોપો તેમજ દાતાઓના સહયોગથી ૫૦૫ મા અંબેના ભક્તને કેસર કેરીના આંબાની કલમનું વિતરણ કરવા ૫ જુદા-જુદા વૃક્ષારોપણ રથ તૈયાર કરવામાં આવ્યા છે. આ રથ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી અને જનજાતિ કલ્યાણ આશ્રમ, બનાસકાંઠા દ્વારા અમીરગઢ, વિરમપુર, અંબાજી અને દાંતા વિસ્તારમાં પ્રત્યેક ગામમાં મા અંબેના પ્રસાદ સ્વરૂપે વડ, ગુગળ, આંબાના રોપોઓનું વિતરણ કરાશે. આ રથનું પ્રસ્થાન જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના અધ્યક્ષશ્રી આનંદ પટેલેના હસ્તે વૃક્ષારોપણ રથનું પ્રસ્થાન કરાવામાં આવ્યું હતું
આ પ્રસંગે આર એસ એસ વિભાગ સંચાલક ખેમચંદભાઈ પટેલ, ડો વિનોદભાઈ પટેલ , જયેશભાઈ ઠક્કર , શ્રી અંબાજી કોમર્સે કોલેજના પ્રિન્સીપાલ ડો હસમુખભાઈ પટેલ , કડીથી જગદીશભાઈ , મુકેશભાઈ રાવલ , દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીશ્રીઓ દાંતા અને અમીરગઢ તાલુકાના જનજાતિ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ વડ, ગુગળ અને આંબાના રોપોઓને માતાજીનો પ્રસાદ સ્વરૂપે ગણી જતન કરી પર્યાવરણ વૃદ્ધિ અને જાગૃતિ કરવા સંકલ્પ લેવડાવામાં આવ્યાં હતાં. તેમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ. જે. ચાવડાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી