Breaking NewsLatest

બાયડ તાલુકાનું ગોતાપુર – પ્રાંતવેલ તળાવ ભરવા વિસ્તારના ખેડૂતોની પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને રજૂઆત…. કપિલ પટેલ દ્વારા અરવલ્લી

બાયડ તાલુકાના ગોતાપુર – પ્રંતાવેલ તળાવ નાની સિંચાઇ અંતર્ગત આવતું તળાવ છે અને વિસ્તારના લગભગ વીસ થી પચીસ ગામના લગભગ એક હજાર જેટલા ખેડૂતોને સિંચાઇ માટે તેમજ પશુ પાલકો માટે આ તળાવ મુખ્ય આધાર છે, ત્યારે વિસ્તારના ખેડૂત આગેવાનો દ્વારા નાની સિંચાઇ યોજના અંતર્ગત આવતા આ તળાવમાં તાત્કાલિક પાણી ભરવામાં આવે તેવી માંગ સાથે વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાને રજૂઆત કરવામાં આવી હતી….

વિસ્તારના લગભગ સિત્તેર થી એંસી ખેડૂતો આગેવાનોએ પૂર્વ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાને ગોતાપુર – પ્રંતાવેલ તળાવ ભરવા રજૂઆત કરી હતી, જે સંદર્ભે પૂર્વ ધારાસભ્યશ્રીએ વિસ્તારના ખેડૂત આગેવાનો સાથે બેઠક યોજી હતી, બેઠકમાં પૂર્વ ધારાસભ્યશ્રીએ ખેડૂત આગેવાનોને ખાત્રી આપતાં જણાવ્યું હતું કે, ખેડૂતોની સમસ્યાને લઇ મંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરી વહેલામાં વહેલી તકે તળાવ ભરવામાં આવે તે માટે પૂરતા પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવશે…..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

28 મીએ મુખ્યમંત્રી સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો,…

રાધનપુર મસાલી રોડ પર વોલ્ટેજ વધ ઘટ થી રહીશો પરેશાન…છ માસ અગાઉ લેખિત રજૂઆત કરવા છતા તંત્રના ઠાગા થૈયા.

એબીએનએસ, રાધનપુર :. રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલ સોસાયટીમાં કેટલાય સમયથી…

1 of 673

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *