Breaking NewsLatest

બોલીવુડ ના મશહુર સિંગર નીતિન મુકેશએ અંબાજી મંદિર ખાતે દર્શન કર્યાં અને ભજન ગાયું

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત રાજસ્થાનની સરહદ પર આવેલું છે હાલમાં નવરાત્રી પર ચાલતો હોઇ અંબાજી ખાતે વિવિધ રાજકીય નેતાઓ અને અભિનેતાઓ સહિતના લોકો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે 11 ઓક્ટોબરના રોજ બપોરે જાણીતા બોલીવુડ સિંગર નીતિન મુકેશ અંબાજી મંદીર ખાતે માતાજીનાં દર્શન કરવા આવ્યા હતા અને ત્યારબાદ તેમને ભજન ગાયું હતું.
બોલીવુડ ના સૌથી લોકપ્રિય સિંગર સ્વ.મુકેશ ના દીકરા નીતિન મુકેશ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી પર્વ મા માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી તેમણે માતાજીનાં ગર્ભગૃહ મા જઈને દર્શન કર્યા હતા અને ત્યારબાદ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવ્યું હતું અને અંબાજી મંદિર ખાતે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો ભજન પણ ગાયું હતું તેમનો પુત્ર નીલ નીતિન મુકેશ પણ બોલીવુડ મા હીરો છે. નીતિન મુકેશ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 671

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *