કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મૂળ વાત એવી છે કે, સ્વ. ધારાસભ્ય અનિલ જોશીયારાની તબિયત નાદુરસ્ત થઈ ત્યારથી જ ભૂપેન્દ્ર પટેલ અનિલ જોશીયારાના પરિવારના સંપર્કમાં હતા.
અનિલ જોશીયારાને ચેન્નઈ ખાતે ખસેડવામાં આવ્યા ત્યારે જે મેડીકલ બિલ આવતું હતું તે સમૃદ્ધ પરિવારને પણ પોસાય નહીં તેવું હતું. મુખ્યમંત્રી આવા મુશ્કેલ સમયે પણ જોશીયારા પરીવારની પડખે ઉભા રહ્યા.
ધારાસભ્ય શૈલેષ પરમારે આ વાતનો ઉલ્લેખ વિધાનસભાગૃહમાં કર્યો હતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માનતા એમ પણ કહ્યું કે, જ્યારે અનિલ જોશીયારાનું મૃત્યુ થયું ત્યારબાદ ગુજરાતના આ સ્વર્ગસ્થ ધરાસભ્યના પાર્થિવ શરીરને વતન પરત લાવવાની વ્યવસ્થા થઇ છે કે નહીં, તેની ચિંતા પણ મુખ્યમંત્રીએ કરી હતી.
ધારાસભ્ય અનિલ જોશીયારાના નિધન બાદ તાત્કાલિક ધોરણે વિધાનસભા ગૃહ મોકૂફ રાખવાના નિર્ણયને પણ શૈલેષ પરમારે બિરદાવ્યો હતી.
રાજકારણથી કે પક્ષાપક્ષીથી ઉપર ઉઠી મુખ્યમંત્રીએ કરેલી કામગીરીને ધારાસભ્ય શૈલેષ પરમારે બિરદાવી ત્યારે આખા ગૃહે આ વાતને પાટલી થપથપાવી વધાવી લીધી હતી.