Breaking NewsLatest

ભારતની દીકરીઓ આનંદો..સૌ પ્રથમ વખત, જામનગરના બાલાછડી સૈનિક શાળામાં છોકરીઓ જોડાશે

જામનગર: સંરક્ષણ સહિત તમામ ક્ષેત્રોમાં મહિલાઓનું સશક્તિકરણ કરવાના સરકારના અવિરત પ્રયાસોના ભાગરૂપે સંરક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2021-22ના શૈક્ષણિક સત્રથી છોકરીઓને પણ સૈનિક શાળામાં જોડાવા માટેના દ્વાર ખુલ્લા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જામનગર સ્થિત બાલાછડી સૈનિક શાળા દ્વારા પણ આગામી શૈક્ષણિક સત્રથી પ્રારંભિક સ્તરે ધોરણ VIથી છોકરીઓને પ્રવેશ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે. કુલ જગ્યાઓમાંથી દસ ટકા અથવા ઓછામાં ઓછી દસ બંનેમાંથી જે પણ વધુ હોય એટલી જગ્યાઓ છોકરીઓ માટે અનામત રાખવામાં આવશે.

શાળામાં છોકરીઓ માટે એક વિશેષ છાત્રાલય નિર્ધારિત કરવામાં આવ્યું છે અને તેમના માટે અન્ય જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે. છોકરીઓને અભ્યાસની સાથે સાથે, છોકરાઓની જેમ જ સૈન્ય તાલિમ પણ આપવામાં આવશે જેથી તેઓ સશસ્ત્ર દળોમાં સંરક્ષણ અધિકારી તરીકે જોડાઇ શકે.

પ્રથમ વખત, રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) દ્વારા સૈનિક શાળાઓમાં પ્રવેશ આપવા માટે પ્રવેશ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. આગમી શૈક્ષણિક સત્ર માટે ઑનલાઇન પ્રવેશ પ્રક્રિયાઓ 20 ઓક્ટોબર 2020થી શરૂ થઇ ગઇ છે જે 19 નવેમ્બર 2020 સુધી ચાલશે અને 10 જાન્યુઆરી 2021 (રવિવાર)ના રોજ પ્રવેશ પરીક્ષા યોજવામાં આવશે. આ વિશે વિગતવાર માહિતી www.nta.ac.in પરથી મેળવી શકાય છે અને રસ ધરાવતા ઉમેદવારો ફક્ત https://aissee.nta.nic.ac.in પર ઑનલાઇન અરજી કરી શકે છે.

બાલાછડી સૈનિક શાળા ખાતે આ વર્ષે છોકરાઓ અને છોકરીઓ બંને માટે પ્રવેશનું કાર્ય ફક્ત ધોરણ VI માટે છે જ્યારે ધોરણ IX માટે નથી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 678

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *