Breaking NewsLatest

ભારતીય જનતા પાર્ટીનું રજૂ થયેલ છેલ્લું બજેટ જોબલેસ, ગ્રોથલેસ અને હોપલેસ

ગુજરાત વિધાનસભા ગૃહમાં વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ રજૂ થયું હતુ વિધાનસભા કોંગ્રેસ પક્ષના પ્રવક્તાઓ પુંજાભાઈ વંશ, વિરજીભાઈ ઠુમ્મર,નૌશાદ સોલંકી અને કિરીટ પટેલે સંયુક્ત રીતે પ્રેસ અને મીડીયાના મિત્રોને સંબોધતાં આજે વિધાનસભા ગૃહમાં વર્ષ ૨૦૨૨-૨૩ના રજૂ થયેલ બજેટને જોબલેસ, ગ્રોથલેસ અને હોપલેસ ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે રાજયમાં ભાજપ સરકાર આવી
ત્યારથી રાજ્યનું દેવું કૂદકે ને ભૂસકે વધતું જાય છે વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં પણ રાજ્યનું દેવું વધીને રૂ. ૩.૫ લાખ કરોડ થવાનું અંદાજવામાં આવેલ છે એટલે પ્રતિ વ્યક્તિ રૂ.૬૫ હજાર દેવું થવાનું છે રાજય સરકારની આવક પૈકીની મોટી રકમ આ દેવાના વ્યાજ અને મુદ્દલ પેટે ચૂકવવામાં જાય છે વિકાસશીલ ગુજરાત અને વિકસિત ગુજરાતની વાતો કરતી ભાજપ સરકારમાં વર્ષ ૨૦૨૧-૨૨ માં રાજયનો જીડીપી ૧૨.૮૭% અંદાજવામાં આવ્યો હતો જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં રાજયનો જીડીપી ૧૩% અંદાજવામાં આવેલ છે એટલે કે આ વર્ષે જીડીપીમાં માત્ર ૦.૧૩% જેટલો નજીવો વધારો અંદાજવામાં આવેલ છે જે આર્થિક પ્રગતિની હતાશાનું પ્રતિબિંબ છે ગુજરાત સમગ્ર દેશમાં મોડેલ સ્ટેટ હોવા છતાં જીડીપીમાં સમગ્ર દેશમાં પાંચમા ક્રમે અને માથાદીઠ આવકમાં સમગ્ર દેશમાં દસમા ક્રમે ધકેલાઈ ગયું છે રાજ્યમાં લાખોની સંખ્યામાં શિક્ષિત અને અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયા છે આ બેરોજગારોને રોજગારી આપવાની કોઈ જાહેરાત બજેટમાં કરવામાં આવી નથી
આપણું રાજ્ય એ કૃષિપ્રધાન રાજય છે કૃષિ ક્ષેત્ર સૌથી મહત્ત્વનું હોવા છતાં બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે બજેટના માત્ર ૨.૪૩% રકમની જોગવાઈ કરવામાં આવી છે કોરોનાના કારણે ખેડૂતોની હાલત ખરાબ થઈ છે ખેડૂતોના માથે મોટી રકમનું દેવું છે ત્યારે બજેટમાં ખેડૂતોના દેવા માફ અને વીજ બિલ હાફ કરવાની ખેડૂતોની અપેક્ષા હતી, પરંતુ તેમની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યુ છે કોંગ્રેસનો દ્વારકા સંકલ્પ મુજબ આગામી ૨૦૨૨માં કોંગ્રેસની સરકારમાં કૅબિનેટની પ્રથમ મિટીંગમાં ખેડૂતોના દેવા માફ અને વીજ બિલ હાફ કરવામાં આવશે ખાતરના ભાવ,
બિયારણના ભાવ,જંતુનાશક દવાઓના ભાવ ૧૦ ગણા વધી ગયા હોવા છતાં ખેડૂતોને આ ભાવવધારામાં રાહત આપવા બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી ખેડૂતોની જમીનની માપણી સ્થળ ઉપર કરવાને બદલે સેટેલાઈટ કે ડ્રોન મારફત કરવાના કારણે ખેડૂતોની માલિકીની જમીનના ક્ષેત્રફળમાં વધારા- ઘટાડો નોંધાયા છે જેના કારણે ખેડૂતોમાં વ્યાપક રોષ ઉદ્ભવ્યો છે ખેડૂતોની જમીનના ક્ષેત્રફળમાં થયેલ વધારા-ઘટાડા અંગે સરકારે સર્વે કરનાર કંપની સામે પગલાં લેવા જોઈએ તેના બદલે સર્વે કરનાર કંપનીને પૂરી રકમ એટલે કે રૂ. ૨૬૮ કરોડની ચૂકવણી કરી દીધી છે કોરોનાના કારણે ખેડૂતોની સાથોસાથ માછીમારોની પણ આર્થિક પરિસ્થિતિ કથળી ગઈ છે,છતાં બજેટમાં માછીમારોના દેવા માફ કરવા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી નથી પ્રવર્તમાન સમયમાં મોંઘવારીએ માઝા મૂકી છે હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધી રહી છે પરંતુ દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા નથી પરંતુ ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ કેન્દ્રની ભાજપ સરકાર આસમાની ભાવવધારો પ્રજા પર લાદી દેશે રાજ્યની જનતાને અપેક્ષા હતી કે આ બજેટના મધ્યમથી ગુજરાત સરકાર પેટ્રોલ- ડીઝલ પરના વેટના દરમાં ઘટાડો કરી રાહત આપશે,પરંતુ પ્રજાની આ આશા પણ ઠગારી નીવડી છે
મોંઘવારીમાં લોકોના બજેટ ખોરવાઈ ગયા છે ત્યારે આંગણવાડી કાર્યકરો, આશાવર્કરો,ફીક્સ પગાર/કોનટ્રાન્કટ,આઉટસોર્સીગના કર્મચારીઓ,મધ્યાયાહન ભોજન યોજનાના કર્મચારીઓના વેતનમાં વધારો કરવા માટે બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી
નથી,જેના કારણે ગુજરાતના આવા લાખો કર્મચારીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે આરોગ્ય ક્ષેત્રની વાત કરીએ તો રાજ્યમાં મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફની મોટા પ્રમાણમાં અછત છે રાજ્યની વધુમાં વધુ પ્રજાને આરોગ્ય વિષયક સુવિધાઓ મળી રહે તે માટે બજેટમાં એકપણ નવા સામુહિક કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શરૂ કરવાની જાહેરાત કે
જોગવાઈ કરવામાં આવી નથી રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા વધે છે પરંતુ કુપોષણના નિવારણ માટે સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી શિક્ષણ ક્ષેત્રે જોઈએ તો, સમગ્ર રાજ્યમાં ૬,૦૦૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કે મર્જ કરી દેવામાં આવી છે શિક્ષણ ક્ષેત્રનું ખાનગીકરણ કરવા તરફ ભાજપ સરકાર આગળ વધી રહી છે નવી શાળાઓ ખોલવાની બજેટમાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી
ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાતો કરતી ભાજપ સરકારમાં ૧૦૯ તાલુકાઓમાં એકપણ જીઆઈડીસી નથી હાલ રાજ્યમાં ૧૮૭ જીઆઈડીસી કાર્યરત છે તે પૈકી ૧૬૦ જેટલી જીઆઈડીસી અગાઉની કોંગ્રેસ સરકારો દ્વારા બનાવવામાં આવી છે ૨૭ વર્ષથી શાસનમાં રહેલ ભાજપ સરકાર દ્વારા માત્ર ૨૭ જીઆઈડીસી બનાવવામાં આવેલ છે જીઆઈડીસીમાં નાના અને મધુ યમ ઉદ્યોગો કાર્યરત હોય છે જેમાં રોજગારીની મહત્તમ તક ઉપલબ્ધ થતી હોય છે બાકી રહેતા તાલુકાઓમાં નવીન જીઆઈડીસી બનાવવા બજેટમાં કોઈ જોગવાઈ કે જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે લાખો બેરોજગાર યુવાન-યુવતીઓમાં નિરાશા વ્યાપી છે રાજ્યમાં અનુસૂચિત જાતિની વસ્તીને ધ્યાને લેતાં રૂ. ૧૭,૦૮૭ કરોડની જોગવાઈ કરવાની થાય,જેની સામે
રૂ. ૧૨,૦૦૦ કરોડની ઓછી જોગવાઈ કરવામાં આવી છે અનુસૂચિત જનજાતિની વસ્તીને યાને લેતાં રૂ. ૩૬,૦૦૦ કરોડની જોગવાઈ કરવાની થાય જેની સામે રૂ. ૩૩,૦૦૦ કરોડની ઓછી જોગવાઈ કરવામાં આવી છે વસ્તીના ધોરણે જોગવાઈન કરીને રાજ્ય સરકારે અનુસૂચિત જાતિ
અને અનુસૂચિત જનજાતિના લોકોને ખૂબ મોટો અન્યાય કર્યો છે. ગુજરાતમાં પ૨% જેટલી વસ્તી ઓ.બી.સી.(બક્ષીપંચ) સમાજની છે છતાં બજેટ પ્રવચનમાં બક્ષીપંચ (ઓ.બી.સી.) સમાજના કલ્યાણ માટે કાર્યરત ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ કે ઓ.બી.સી. (બક્ષીપંચ) સમાજનો ઉલ્લેખ કરવાનું પણ ભાજપ સરકાર ભૂલી ગઈ છે જેના કારણે ગુજરાતના બક્ષીપંચ સમાજની લાગણી દુભાઈ છે ખેડૂતો અને ખેતીના હિતની વાતો કરતી ભાજપ સરકારે બજેટમાં સિંચાઈ માટે ગત વર્ષ કરતાં ઘણી ઓછી રકમની જોગવાઈ કરવામાં
આવી છે નર્મદા યોજના માટે રૂ. ૧,૨૮૦ કરોડ અને કલ્પસર યોજના માટે રૂ. ૨૦૦ કરોડની ઓછી જોગવાઈ કરવામાં આવી છે રાજ્યમાં ભાજપ સરકાર ૨૭ વર્ષથી શાસનમાં છે છતાં કોઈ મોટા કે મધ્યમ ડેમ બનાવી શકી નથી હાલ રાજયમાં જે પણ મોટા અને મધ્યમ ડેમ છે તે તમામ માત્રને માત્ર કોંગ્રેસ સરકારોની જ દેન છે મહેસુલ વિભાગ માટે રૂ. ૧૦૦ કરોડની રકમની ઓછી જોગવાઈ કરી છે કોરોનાથી મૃત્યુ પામનાર લાખો વ્યક્તિઓના


પરિવારજનોને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ રૂ. ૪ લાખનું વળતર ચૂકવવાની કોઈ જાહેરાત કે જોગવાઈ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી નથી કોંગ્રેસ પક્ષનો દ્વારકા સંકલ્પ મુજબ આગામી ૨૦૨૨માં કોંગ્રેસની સરકારમાં કેબિનેટની પ્રથમ મિટીંગમાં ત્રણ લાખ કોરોના મૃતકોના પરિવારજનોને રૂ. ૪ લાખ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવશે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 678

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *