ઢસા પોલીસ ઇન્સપેક્ટર ડી.વી.વાલાણી ઢસા પો.સ્ટે.નાઓ તથા અના.હેડ કોન્સ. શામજીભાઇ વિઠ્ઠલભાઇ સતાપરા તથા અના.હેડ કોન્સ .હરીશભાઇ વિહાભાઇ બાંભવા તથા અના.હેડ કોન્સ.અરજણભાઇ દેહુરભાઇ મેર તથા આ.પોલીસ કોન્સ.પરબતસિંહ મહોબતસિંહ પરમાર તથા અના.પોલીસ કોન્સ.સંજયભાઇ દિપકભાઇ મેર નાઓ સાથે ઢસા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અના.હેડ કોન્સ. શામજીભાઇ વિઠ્ઠલભાઇ સતાપરા તથા આ.પોલીસ કોન્સ. પરબતસિંહ મહોબતસિંહ પરમાર નાઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે, ઢસા ગામથી આગળ ભંડારીયા રોડ પર ઢસાગામની સીમમાં આવેલ ભનુભાઇ જીવણભાઇ રાજપરા જાતે-પટેલ રહે-ઢસા ગામ તા.ગઢડા જી.બોટાદ હાલ રહે-સુરત શહેર વાળાની વાડી ભાગીયે રાખેલ ભાગીયા હરજીભાઇ ભાણાભાઇ શેખ જાતે-કોળી રહે-ઢસા ગામ ભંડારીયા રોડ તા.ગઢડા જી.બોટાદ વાળો પોતે ભાગીયે રાખેલ વાડીમાં આવેલ ઓરડીમાં પરપ્રાતીય ઇગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે જે બાતમી હકીકત આધારે ઢસા ગામથી આગળ ભંડારીયા રોડ પર ઢસાગામની સીમમાં આવેલ ભનુભાઇ જીવણભાઇ રાજપરા જાતે-પટેલ રહે-ઢસા ગામ તા.ગઢડા જી.બોટાદ હાલ રહે-સુરત શહેર વાળાની વાડીએ રેઇડ કરતા કોઇ ઇસમ હાજર મળી આવેલ નહી અને વાડીએ આવેલ ઓરડીમાં તપાસ કરતા ભારતીય બનાવટની વીદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-૩૫૩ કિ.રૂ.૧,૦૫,૯૦૦/- નો મુદામાલ મળી આવેલ છે સદરહુ બાબતે ઢસા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી ઢસા પોલીસ ઇન્સપેક્ટર તથા સ્ટાફે સરાહનીય કામગીરી કરેલ છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા