Breaking NewsCrime

ભાવનગર,ઘોઘા પોલીસ સ્ટેશનનાં હત્યાનાં ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતાં પેરોલ રજા ઉપરથી ભાગેલ પાકા કામનાં કેદીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ

💫 પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા,પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ કેદીને પકડવાની ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

💫 ભાવનગર,ઘોઘા પોલીસ સ્ટેશનમાં તા.૧૭/૦૫/૨૦૧૮નાં રોજ ફરિયાદી ભનુબેન વા/ઓ જગદિશભાઇ પોપટભાઇ ચુડાસમાવાળાએ તેનાં પતિ જગદિશભાઇ પોપટભાઇ ચુડાસમા વિરૂધ્ધ પોતાની દિકરીને માર મારતાં મોત નિપજેલ હોવાની ફરિયાદ દાખલ કરાવેલ. આ ગુન્હાની તપાસ દરમ્યાન આરોપી જગદીશભાઇ પોપટભાઇ ચુડાસમા રહે.મામસા તા.ઘોઘા જી.ભાવનગરવાળાની ધરપકડ કરવામાં આવેલ. જે અંગેનો કેસ નામ. ચોથા એડી. સેશન્સ જજ સાહેબની કોર્ટ,ભાવનગરમાં ચાલી જતાં આરોપીને તા.૧૩/૦૫/૨૦૨૧નાં રોજ આજીવન કેદની સજા ફટકારવામાં આવેલ.

💫 આ ગુન્હાનાં કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતાં પાકા કામનાં કેદી જગદીશભાઇ પોપટભાઇ ચુડાસમા રહે.મામસા,તા.ઘોઘા જી. ભાવનગરવાળા ગઇ તા.૦૭/૦૬/૨૦૨૧ થી તા.૦૬/૦૯/૨૦૨૧ દિન-૯૦ની પેરોલ રજા મેળવી રજા ઉપર છુટેલ. તેઓને તા.૦૬/૦૯/૨૦૨૧ નાં રોજ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ તેઓ સમયસર જેલમાં હાજર થયેલ નહિ અને ભાગતાં ફરતાં હતાં.

💫 ગઇકાલ રાત્રીનાં સમયે ભાવનગર,એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતાં. *પો.હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ તથા પો.કોન્સ. ધર્મેન્દ્દસિંહ ગોહિલને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે, રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતાં અને પેરોલ રજા ઉપરથી ભાગી ગયેલ પાકા કામનાં કેદી જગદીશભાઇ પોપટભાઇ ચુડાસમા રહે.મામસા,તા.ઘોઘા જી. ભાવનગરવાળા હાલ મામસા ગામે બહુચરમાતાના મંદીરના ચોકમાં હાજર છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં જગદીશભાઇ પોપટભાઇ ચુડાસમા ઉ.વ.૪૨ રહે.મામસા,તા.ઘોઘા જી.ભાવનગરવાળા હાજર મળી આવેલ. તેઓને હસ્તગત કરી કોરોના ટેસ્ટ કરાવતાં નેગેટીવ રીપોર્ટ આવતાં તેઓને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.

💫 આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા,પોલીસ ઇન્સ. શ્રી, એન.જી. જાડેજાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફનાં પો.હેડ.કોન્સ. મહિપાલસિંહ ગોહિલ,જયરાજસિંહ જાડેજા,ઘનશ્યામભાઇ ગોહિલ,મહેન્દ્દભાઇ ચૌહાણ તથા પો.કોન્સ ધર્મેન્દ્દસિંહ ગોહિલ,જયદિપસિંહ ગોહિલ વિગેરે માણસો જોડાયા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 372

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *