Breaking NewsCrime

ભાવનગર ગ્રામ્ય વિસ્તારોમાં થયેલ ચોરીનો મુદામાલ સોના ચાંદીના દાગીના કિ.રૂ.૨,૧૧,૫૦૦/- સાથે ચાર ઈસમોને પકડી ઘરફોડ ચોરીના કુલ ૦૩ ગુનાઓ ડીટેકટ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

💫 પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, જયપાલસિંહ રાઠૌડ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરીના ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.

💫 ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્‍તારમાં ઘરફોડ ચોરીનાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે શકદારોની તપાસમાં હતાં. તે દરમ્યાન ભાવનગર મામસા ગામે આવતા હેડ.કોન્સ વિઠલભાઈ બારૈયા ને ખાનગીરાહે બાતમી મળેલ કે, અગાઉ ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાઇ ગયેલ મોટા ખોખરા રહેતો રૂપાભાઇ રાયાભાઇ પરમાર તથા તેની સાથેના માણસો રમેશભાઇ ઉર્ફે તીતલો છનાભાઇ પરમાર તથા ભગવાનભાઇ ઉૃફે જગદીશભાઇ ઉર્ફે જગો ભોળાભાઇ મકવાણા તથા સુરેશભાઇ રૂપાભાઇ પરમાર પીપરલા (થાણા) ગામેથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ તે ચોરીનો મુદામાલ વેચવા માટે મામસા ગામના પાટીયા પાસે આવેલ સીતારામ વે બ્રીજ રોડ ઉપર ઉભા છે. જેથી બાતમીવાળી જગ્યાએ આવતાં ઉપરોકત વર્ણનવાળા (૧) રૂપાભાઇ S/O રાયાભાઇ પરમાર ઉ.વ.-૪૦ રહે.-મોટા ખોખરા ગામ, દે.પુ.વાસ, રખાદાદાના મઢ પાસે તા.ઘોઘા જી.ભાવનગર (૨) રમેશભાઇ ઉર્ફે તીતલો ઉર્ફે રમલો S/O છનાભાઇ પરમાર ઉ.વ.-૨૦ રહે.-મોટા ખોખરા ગામ, દે.પુ.વાસ, રખાદાદાના મઢ પાસે તા.ઘોઘા જી.ભાવનગર તથા (૩) ભગવાનભાઇ ઉર્ફે જગદીશભાઇ ઉર્ફે જગો S/O ભોળાભાઇ મકવાણા ઉ.વ.-૨૯ રહે.-આખલોલ જકાતનાકા, ઇન્દીરાનગર, મફતનગર, ભાવનગર હાલ- મોટા ખોખરા ગામ દે.પુ.વાસ રખાદાદાના મઢ પાસે તા.ઘોઘા જી.ભાવનગર તથા (૪) સુરેશભાઇ S/O રૂપાભાઇ રાયાભાઇ પરમાર ઉ.વ.-૨૦ રહે.-મોટા ખોખરા ગામ દે.પુ.વાસ રખાદાદાના મઢ પાસે તા.ઘોઘા જી.ભાવનગર હાજર મળી આવેલ. તેઓ પૈકી નં.૧ પાસે થી સફેદ-પીળી ધાતુના દાગીના મળી આવેલ. જે દાગીનાના કયાંથી લાવેલ તે બાબતે પુછપરછ કરતાં કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહિ અને ફર્યુ-ફર્યુ બોલતા હોય.જેથી આ ઇસમોએ આ દાગીના ચોરી અગર છળકપટથી મેળવી લીધેલાનુ જણાય આવતાં સોની મારફતે ખરાઈ કરાવી વજન કરાવતા નીચેના વર્ણનવાળા જણાય આવેલ.

(૧) ચાંદીના ડી ઘાટના મીણાવાળા છડા જોડી-૧ જેનુ વજન ૧૦૮ ગ્રામ ૧૦૦ મીલી ગ્રામ
(૨) ચાંદીના છડા જોડી-૧ ડી ફેન્સી લચકા ઘુઘરીવાળા જેનુ વજન ૫૦ ગ્રામ ૨૫૦ મીલી ગ્રામ
(૩) ચાંદીના છડા જોડી-૧ ફેન્સી ટાઇટેનીક ઘાટના જેનુ વજન ૪૨ ગ્રામ ૧૪૦ મીલી ગ્રામ
(૪) ચાંદીના છડા જોડી-૧ ફેન્સી ઘુઘરીવાળા જેનુ વજન ૫૦ ગ્રામ ૪૧૦ મીલી ગ્રામ
(૫) ચાંદીના છડા જોડી-૧ ડી ફેન્સી ઘુઘરીવાળા જેનુ વજન ૩૮ ગ્રામ ૬૧૦ મીલી ગ્રામ
(૬) સોનાની ચુક નંગ-૦૭ જે તમામનુ વજન ૯૯૦ મીલી ગ્રામ
(૭) સોનાની હાંસડી કલકતી મીણાકારી ડીઝાઇનવાળો જેનુ વજન ૧૦ ગ્રામ ૬૭૦ મીલી ગ્રામ
(૮) સોનાની બુટ્ટી કલકતી ઘાટની જોડી-૧ જેનુ વજન ૨ ગ્રામ ૯૦ મીલી ગ્રામ
(૯) સોનાની ચેઇન સાંકળી ઘાટનો જેનુ વજન ૧૧ ગ્રામ ૮૦૦ મીલી ગ્રામ
(૧૦) સોનાની ડી નામની વીટી જેનુ વજન ૩ ગ્રામ ૭૦ મીલી ગ્રામ

💫 ઉપરોક્ત તમામ મુદામાલની કિરુ.૨,૧૧,૫૦૦/- ગણી શક પડતી મીલ્કત ગણી સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ.

💫 મજકુર ચારેય ઇસમોની વધુ પુછપરછ કરી રેકર્ડ ઉપર ખરાઈ કરતા મજકુર આરોપીઓએ ચોરી કરેલ જે બાબતેના નીચે મુજબના ગૂન્હાઓ દાખલ થયેલ છે.

(૧) ઘોઘા પો.સ્ટે.ગુ.ર.ન.૧૧૧૯૮૦૨૦૨૧૧૦૬૧/૨૦૨૧ આઇ.પી.સી કલમ ૪૫૭,૩૮૦
(૨) વરતેજ પો.સ્ટે.ગુ.ર.ન.૧૧૧૯૮૦૬૭૨૧૦૫૫૭/૨૦૨૧ આઇ.પી.સી કલમ ૪૫૪,૪૫૭,૩૮૦
(૩) શિહોર પો.સ્ટે.ગુ.ર.ન.૧૧૧૯૮૦૪૭૨૧૦૯૬૨/૨૦૨૧ આઇ.પી.સી કલમ ૪૫૭,૩૮૦

💫 આમ, ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને અલગ અલગ ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

💫 આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભાવનગરનાં પો.સબ.ઇન્સ શ્રી એન.જી.જાડેજા, હેડ કોન્સ મહીપાલસિંહ ગોહીલ, વિઠ્ઠલભાઇ બારૈયા, મહેન્દ્રભાઇ ચૌહાણ, વનરાજભાઇ ખુમાણ, ભૈપાલસિંહ ચુડાસમા, ઘનશ્યામભાઇ ગોહીલ, સાગરભાઇ જોગદીયા, પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ, ઇમ્તીયાઝખાન પઠાણ, સંજયભાઇ ચુડાસમા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 372

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *