ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્વયે રેન્જના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના સ્ટાફના માણસો મળેલ બાતમી આધારે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીની સુચના મુજબ ભાવનગર રેન્જ ઓફીસના સ્ટાફના માણસોએ ફુલસર ખાતે વિજયસિંહ સરવૈયાની કબ્જા ભોગવટા વાળી વાડીના મકાનમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે જુગાર રમતા ઇસમો (1) જયેશભાઇ કેશુભાઇ ગોહીલ ઉ.વ. ૪૨ રહેવાસી- નંદની ફલેટ, રૂમ નં-૨૦૨ બીજા માળે મહાદેવનગર આખલોલ જકાતનાકા પાસે ભાવનગર (૨) રાહુલભાઇ રમેશભાઇ મકવાણા ઉ.વ.૨૮ રહેવાસી- રાજપરા (ખોડીયાર) ગામ તા શિહોર જી. ભાવનગર
(૩) કૌશલભાઇ રમેશભાઇ પટેલ ઉ.વ.૩૭ ટાંકી પાસે ભાવનગર
(૪) જગદીશભાઇ નાનુભાઇ ડાંગર ઉ.વ.૨૧ રહેવાસી- કમળેજ ગામ, તા.જી.ભાવનગર
(૫) વિપુલભાઇ રવજીભાઇ પટેલ ઉ.વ.૪૨ રહેવાસી- પ્લોટનં-૨૬૯, શેરી નં-૦૪ વિજયરાજનગર નાગજીભાઇના મકાનમાં ભાડેથી ભાવનગર મુળગામ-અલમપર તા.ઉમરાળા જી.ભાવનગર
(૬) ચંદુભાઇ નાગજીભાઇ વાઘેલા ઉ.વ.૪૦ રહેવાસી- દેસાઇનગર, શેરીનં-૧, મફતનગર ભાવનગર
(૭) રમેશભાઇ ખીમજીભાઇ ઇટાલીયા ઉ.વ.૫૦ રહેવાસી- નારી ગામ, નવાપરા પાણીની ટાંકી પાસે ભાવનગર
વાળાઓને રોકડ રૂપિયા ૩,૨૨,૮૬૦/- તથા મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂ.૭૭,૦૦૦/- તથા મો.સા. નંગ-૬ કિ.રૂ. ૨,૪૫,૦૦૦/- તથા જુગાર સાહિત્ય સહિત કુલ કિ.રૂ. ૬,૪૪,૮૬૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ અને વાડીના માલીક વિજયસિંહ સતુભા સરવૈયા રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ ન હોય જે તમામ આરોપીઓ વિરૂધ્ધમાં જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
રીપોર્ટ બાય વિપુલ બારડ ભાવનગર