કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ,મોડાસા સંચાલિત એચ.આઇ.ટાઢા મદની હાયરસેકન્ડરી સ્કુલ , એમ.આર.ટી.સી મદની હાઇસ્કુલ , એસ.એસ.બી.મદની પ્રાયમરી સ્કૂલ , બી.એસ.વી. મદની પ્રિ-પ્રાયમરી સ્કૂલ , એમ.બી.ટાઢા મદની સ્માર્ટ સ્કૂલ તથા મદની ઇંગ્લીશ મીડીયમ સ્કુલ મોડાસામાં 73 માં પ્રજાસત્તાકદિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમની સયુક્ત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોડાસાના વિકાસશીલ અને લોકલાડીલા “ગુજરાત રાજ્ય વહીવટી કર્મચારી સંઘ” ના પ્રમુખશ્રી મહેન્દ્રભાઇ પટેલ ના વરદ હસ્તે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. તેઓએ પોતાના વક્તવ્યમાં ધર્મનિરપેક્ષતા , સાર્વભૌમત્વ અને અખંડિતતાની વાત કરી હતી તેમજ કોરોના યોદ્ધા એવા ડોક્ટર ,સ્વાસ્થ્ય કર્મચારીઓ , પોલીસ સ્ટાફ , શિક્ષકો તેમજ સેવાભાવી સંસ્થાઓની સેવાઓને બિરદાવી હતી.
સ્વાગત પ્રવચન શાળાના મ.શિ એમ.પી.મનસુરી તથા આભારવિધિ મ.શિ અબુલહસન મનવા એ કરી હતી
કાર્યક્રમમાં ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ , મોડાસા ના પ્રમુખ બાબુભાઈ ટાઢા , સેક્રેટરી કાદરઅલી સૈયદ , જો. સેક્રેટરી આબીદહુસેન બેલીમ ,મે.ટ્રસ્ટી,જીવાભાઇ ખાનજી, પૂર્વ સેક્રેટરી મોહંમદસલીમ ખોખર ,પૂર્વ પ્રમુખ સબ્બીરભાઈ ખાનજી, મદની સ્માર્ટ સ્કૂલ ના ચેરમેન જાવેદભાઈ સુથાર ,સંભવિત મદની સાયન્સ કોલેજ ના ચેરમેન મુસ્તુફાભાઈ કાંકરોલીયા, સંસ્થાના હોદ્દેદારશ્રીઓ , કારોબારી સભ્યશ્રીઓ , આચાર્ય સુલતાન મલિક , મહમદશાહિદ દાદુ , શિક્ષકગણ , વાલીગણ તેમજ વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક વિભાગ ના આચાર્ય ઈલિયાસભાઈ સુથાર તથા મ.શિ એમ.એ.દાદુ, ,મો.આકિલ ચૌહાણ તથા સ્ટાફ મિત્રો એ કર્યું હતું