આમંત્રિત મહેમાનોએ સોલિટેર ડાયમંડ જ્વેલરી ની 500 થી વધુ આકર્ષક ડીઝાઇન નિહાળી
આનંદ ગુરાવ (રિપોર્ટિંગ સુરત)
સુરતના લેબગ્રોન ડાયમંડ જ્વેલરી ના ગુજરાતના પહેલા શોરૂમ માયોરા ડાયમંડ્સ દ્વારા આજ રોજ બ્રાન્ડ અનવીલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લેબગ્રોન ડાયમંડ જ્વેલરી વિશે લોકોમાં જાગૃતતા આવે અને વધુ ને વધુ લોકો આ જ્વેલરી પ્રત્યે આકર્ષિત થાય.
ડુમસ રોડ પર આવેલ ધ અમોર બેંકવેટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મયોરા ડાયમંડ્સ દ્વારા મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને આ મહેમાનો સમક્ષ સોલીટેર ડાયમંડ જ્વેલરી ની 500 થી વધુ આકર્ષક શ્રૃંખલા રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે અલગ અલગ ડીઝાઇન ની જ્વેલરી પહેરીને કેટ્વોક પણ કરવામાં આવ્યું હતું. શહેરમાં સિટીલાઇટ વિસ્તારમાં તાજેતરમાં જ માયોરા ડાયમંડસ શોરૂમ નો આરંભ થયો છે ત્યારે લેબગ્રોન ડાયમંડ ની બનેલી જ્વેલરી ની આકર્ષક ડીઝાઇન ની શ્રૃંખલા લોકો નિહાળી શકે તે અને આ પણ એક રિયલ ડાયમંડ જ છે તેની સમજ લોકોને મળે તે ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. માયોરાના
કો-ફાઉન્ડર પ્રીતિ શેઠે જણાવ્યું હતું કે, લેબગ્રોન ડાયમંડ જ્વેલરી વ્યાજબી ભાવે મળે છે અને ઇકો ફ્રેન્ડલી હોવાથી ખાસ કરીને યુવાવર્ગમાં તે અનેરૂ આકર્ષણ જમાવી રહી છે. ખાણમાંથી નિકાળેલાં ડાયમંડ અને આર્ટીફિશિયલ ડાયમંડની જ્વેલરીની સમાંતર લેબગ્રોન ડાયમંડ જ્વેલરી એક નવું માર્કેટ સેગમેન્ટ છે, જેના પસંદગીકારોની સંખ્યા વધી રહી છે. સમગ્ર ગુજરાતમાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનો સૌપ્રથમ શો-રૂમ સુરતમાં શરૂ થયો છે.
સાથે જ વેબસાઇટ(www.maioradiamonds.co.in) લોંચ કરીને જ્વેલરીનું ડિઝાઈનર કલેક્શન ની શ્રેણીઓ ઓનલાઇન પણ જોઈ શકાય છે અને ખરીદી પણ શકાય છે.
માયોરા ડાયમંડના કો ફાઉન્ડર શ્વેતા બંસલે જણાવ્યું હતું કે
સોલીટેર ડાયમંડ જ્વેલરીની 500+ શ્રેણી અમારું ખાસ નજરાણું છે, અમે ઓનલાઇન બિઝનેસ પર વિશેષ ધ્યાન આપી રહ્યા છીઍ. લેબગ્રોન ડાયમંડએ કોઈ અમેરિકન કે આર્ટીફિશિયલ ડાયમંડ નથી પણ પ્રયોગશાળામાં બનેલા માનવસર્જિત હીરા છે, જે બે મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા HPHT(હાઇ પ્રેશર હાઇ ટેમ્પરેચર) અને CVD(કેમિકલ વરાળ ડિપોઝિશન) દ્વારા લેબોરેટરીના વાતાવરણમાં ઉગાડવામાં આવે છે. લેબગ્રોન ડાયમંડ એ ખાણમાંથી નિકાળેલાં ડાયમંડની ટેસ્ટ ટ્યૂબ બેબી છે અને 4C(કેરેટ, કલર, ક્લેરિટી અને કટ)ની બાબતમાં તેના ગુણધર્મો ખાણના હીરા જેવા જ છે. એટલે જ આજે દરેક વર્ગમાં આ ડાયમંડ ની ખાસ માંગ જોવા મળી રહી છે. તેની ખાસ પાછળનું મુખ્ય એક કારણ તેનો ઇકો ફ્રેન્ડલી ગુણધર્મ અને તેની કોસ્ટ પણ છે….