Breaking NewsLatest

મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત દિકરી દિવસની ઉજવણી કરાઇ

યોજનાની ૫૦ લાભાર્થી દિકરીઓને રૂ. ૧,૧૦,૦૦૦/- ની સહાયના મંજુરી હુકમ આપવામા આવ્યા

ભાવનગર, તા.૦૫ : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત ૧ ઓગષ્ટ થી ૧૪ ઓગસ્ટ સુધી વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનુ આયોજન હાથ ધરવામાં આવેલ છે.જે અંતર્ગત ભાવનગર જિલ્લામા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા.૨ જી ઓગસ્ટના રોજ દિકરી દિવસની ઉજવણી કરવામા આવેલ.

આ પ્રસંગે સમાજમા દિકરીઓના જન્મના વધામણા કરવા અને સમાજમા દિકરીઓની ભૃણ હ્ત્યા અટકે, દિકરીઓના બાળ લગ્ન થતા અટકે, દિકરીઓમા શિક્ષણનુ પ્રમાણ વધે તે હેતુથી ગુજરાત સરકારે શરૂ કરેલ વ્હાલી દિકરી યોજનાના ૫૦ લાભાર્થી દિકરીઓને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા એક દિકરી દિઠ રૂ. ૧,૧૦,૦૦૦/- ની સહાયના મંજુરી હુક્મ રૂબરૂ તેમના ઘરે જઇને આપવામા આવ્યા હતા.

આ અંગે વધુ માહિતિ આપતા જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી કે.વી. કાતરીયાએ જણાવ્યુ હતુ કે વ્હાલી દિકરી યોજના અંતર્ગત વાર્ષિક ૨ લાખની આવક ધરાવતા કૂટુંબના ઘરે ૨ ઓગષ્ટ ૨૦૧૯ બાદ જન્મેલ પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દિકરીઓને રૂ. એક લાખ દશ હજારની સહાય ત્રણ તબકામા મળવા પાત્ર છે. દિકરી પ્રથમ ધોરણ પ્રવેશે ત્યારે ૪,૦૦૦,  ધોરણ ૯ મા પ્રવેશે ત્યારે બિજા ૬,૦૦૦ અને દિકરી ૧૮ વર્ષની થાય ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન સહાય માટે રૂ. ૧,૦૦,૦૦૦ મળવાપાત્ર છે.લાભાર્થીઓ વ્હાલી દિકરી યોજનાના અરજી ફોર્મ્સ નજીકની આંગણવાડીમાથી મેળવી શકશે.

રિપોર્ટ બાય વિપુલ બારડ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દિવાળીના તહેવારો દરમિયાન ૩૭,૦૦૦ થી વધુ પ્રવાસીઓએ વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવની મુલાકાત લીધી

એબીએનએસ પાટણ: પાટણની વર્લ્ડ હેરીટેજ રાણકીવાવ વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું…

જામનગરની ૧૮૧ અભયમ ટીમની અદભુત સરાહનીય કામગીરી, તેલાંગણાની મહિલાનો પરિવાર સાથે સંપર્ક કરાવ્યો

જામનગર, સંજીવ રાજપૂત: એક જાગૃત નાગરિક દ્વારા રાત્રી દરમિયાન ૧૮૧ અભયમ હેલ્પલાઇન…

1 of 669

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *