💫 પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
💫 ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપી ઓની તપાસમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન બોરડા ગામ પાસે આવતાં હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલ તથા પો.કો. સંજયભાઇ ચુડાસમાને સંયુકતરાહે ખાનગીરાહે હકિકત મળેલ કે,ભાવનગર,દાઠા પોલીસ સ્ટેશનનાં મારા મારી તથા ઇંગ્લીશ દારૂનાં ગુન્હામાં નાસતાં-ફરતાં લીસ્ટેડ આરોપી જયરાજભાઇ દીપસંગભાઇ પરમાર રહે.રોજીયા તા.તળાજા જી.ભાવનગરવાળો શરીરે પોપટી કલરનો આખી બાયનો શર્ટ તથા ગ્રે કલરનું પેન્ટ પહેરેલ છે. જે હાલ બોરડા, ભાવનગર-મહુવા હાઇ-વે પાસે દાઠા જવાના રોડનાં નાકે જય ખોડીયાર પેટ્રોલપંપ પાસે ઉભો છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં જયરાજભાઇ દીપસંગભાઇ પરમાર ઉ.વ.૨૩ ધંધો-ખેતીકામ રહે.રોજીયા તા.તળાજા જી.ભાવનગર મુળ-ઉચડી,હનુમાજીના મંદીર પાસે,તા.તળાજા જી.ભાવનગરવાળો હાજર મળી આવેલ.જેથી તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે દાઠા પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.
💫 આમ,દાઠા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મારામારી તથા ઇંગ્લીશ દારૂ એમ કુલ-૦૨ ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં એલ.સી.બી., ભાવનગરને સફળતા મળેલ છે.
💫 આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા,પોલીસ ઇન્સ. શ્રી, એન.જી. જાડેજા,પી.આર.સરવૈયાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફનાં પો.હેડ કોન્સ. સાગરભાઇ જોગદીયા,મહિપાલસિંહ ગોહિલ,મહેન્દ્રભાઇ ચૌહાણ તથા પો.કોન્સ સંજયભાઇ ચુડાસમા, જયદીપસિંહ જાડેજા,જયદીપસિંહ ગોહિલ એ રીતેના માણસો જોડાયા હતાં.