કપિલ પટેલ અરવલ્લી
મેઘરજ જલારામ આરોગ્ય સેવાટ્રસ્ટ સંચાલિત નવિન ૨૫૦ બેડ અને ૧૪ વિભાગો ધરાવતી આધુનીક સાધનો અને ટેક્નોલોજી થી સજ્જ અંદાજીત રૂ.૭૫ કરોડના ખર્ચે એ હોસ્પિટલનુ નવુ બિલ્ડીંગનુ ખાતમુહર્ત આજ રોજ પ.પુ.સંત શ્રી મોરારી બાપુના વરદહસ્તે કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ પરમ પૂજ્ય મોરારીબાપુ ખાંડીવાવ ખાતે હેલીકૉપટર મારફતે આગમન થયેલ જે બાદ બાપુ ને જલારામ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યાં દર્દીઓ ના હાલ ચાલ પૂછી જે જગયા એ ખાતમુહર્ત કરવાનું હતું ત્યાં જગ્યાએ મોરારીબાપુ દ્વારા ઈટ મૂકી ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું વધુમાં સભા મંડપમાં મોરારીબાપુ એ પ્રવચન આપ્યું હતું અને એમને હોસ્પિટલ ખાતે પ્રસાદ રૂપી તુલસીના પાંદડા નું દાન અને સવા લાખ રૂપિયા નું દાન કરવામાં આવ્યું હતું આ હોસ્પિટલનુ નવીન બિલ્ડિંગ તૈયાર થતા આશરે બે વર્ષનો સમય લાગશે જ્યારે નવીન હોસ્પિટલ બનશે ત્યારે આજુ બાજુના ગામડાઓ ના ૧૦૦ કીમીના દર્દીઓને લાભ થશે.વધુ મોરારીબાપુ દ્વારા જણાવ્યું હતું કે જે લંડનમાં રામ મંદિર બનાવવા જે ટ્રષ્ટ દ્વારા દાન ભેગું થયેલ અને રોકાયેલ જે અન્યે આ યુક્રેન અને રાશિયામાં યુદ્ધ દરમિયાન યુદ્ધમાં જેટલા ઘર પડી ગયા એ રામ મંદિર જ છે તેમ ઘણી 1 કરોડો 25 લાખ રૂપિયા દાન કરવામાં આવ્યું હતું અને મોરારીબાપુ એ જણાવ્યું હતું કે આ દાન માંથી હાલ 1 કરોડો અને 12 લાખ રૂપિયાનું કામકાજ થઇ ગયું છે અને આગામી દિવસોમાં બાકીના રૂપિયાનું કામ પણ થઇ જશે તેવું જણાવ્યું હતું