દાંતા તાલુકાના વિવિધ ગામો પૈકી સૌથી સમૃદ્ધ ગામ ની વાત કરવામાં આવે તો મોટાસડા ગામ પ્રથમ નંબર પર આવે, આ ગામ ખેતી પ્રધાન ગામ તરીકે સમગ્ર તાલુકામાં આગવી ઓળખ ઉભી કરી છે. મોટાસડા ગામે રવિવારે સવારે દિયોલ હિંમતસિંહ વિરૂસિંહ દ્વારા બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું અને મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી બ્લડ ડોનેટ કર્યું હતું.
દાંતા તાલુકાના વિવિધ ગામોમાં સમૃદ્ધ એવા મોટાસડા ગામમા રવિવારે સવારે લોક ઉપયોગી કાર્ય એવું બ્લડ કેમ્પ નું આયોજન કરવામા આવ્યુ હતું જેમા મોટાસડાના અગ્રણી એવા દીયોલ હિંમતસિંહ વીરુસિંહ દ્વારા કેમ્પ આયોજન મા મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરવા આવ્યા હતા અને બપોર સુધી 70 બોટલ બ્લડ એકઠું થયુ હતું. ત્યારબાદ બ્લડ કેમ્પ ભોજનદાતા દીયોલ સ્વ.વિરુસિંહજી રૂપસિંહજી દિયોલ તરફથી તમામ લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટાસડા મા સમાજ ઉપયોગી દરેક બાબતોમાં હિંમતસિંહ આગવી ઓળખ ધરાવે છે.
અંબાજી પ્રહલાદ પૂજારી