કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જીલ્લાના માર્ગો પર વાહનચાલકો બેફામ ગતિએ વાહન હંકારતા સતત અકસ્માતની ઘટનાઓમાં નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓને જીવ ગુમાવવાનો વારો આવે છે મોડાસા- હિંમતનગર રોડ પર ખંભિસર નજીક બે કાર સામસામે ભટકાતાં સરડોઈ હાઈસ્કૂલ માં ફરજ બજાવતા ૩૫ વર્ષીય શિક્ષિકા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર મળે તે પહેલા મોતને ભેટતા ભારે ચકચાર મચી હતી અકસ્માતના પગલે પરિવારજનોને ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી
સરડોઈ હાઇસ્કુલમાં ફરજ બજાવતા અને હુંજ ગામના રાગિણીબેન ધવલભાઈ પટેલ ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે વહેલી સવારે
સરડોઈ હાઈસ્કૂલમાં કાર લઇને જવા નીકળ્યા હતા ખંભિસર નજીક મોડાસા તરફથી પૂરઝડપે ગફલતભરી રીતે હોન્ડા સીટી કારના ચાલકે શિક્ષિકાની અલ્ટો કાર ને ધડાકાભેર ટક્કર મારતાં શિક્ષિકાની કારના આગળના ભાગના ભુક્કેભુક્કા બોલાઈ જતા કાર ચાલક શિક્ષિકાના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માત ના પગલે દોડી આવેલા લોકોએ શિક્સિકાને દવાખાને ખસેડતા સારવાર મળે તે પહેલા શિક્ષિકાનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું અકસ્માતની ઘટનાના પગલે મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી .
સરડોઈ હાઇસ્કુલમાં ફરજ બજાવતા હુંજ ગામના આશાસ્પદ શિક્ષિકા રાગિણીબેન ધવલભાઈ પટેલનું પિતાનું ઘર અકસ્માત સ્થળથી નજીક હોવાથી શિક્ષિકાના મોતને પગલે આખું ગામ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું પરિવારજનોએ રોકોક્કળ કરી મૂક્યું હતું શિક્ષિકાના મોત થી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું