તખલ્લુસ એટલે ઉપનામ, બિરૂદ. તખલ્લુસ એ જે તે વ્યક્તિને આગવી ઓળખ અપાવે છે. તખલ્લુસ જે તે વ્યક્તિને તેના કામ , પ્રવુતિઓ કે પછી જે વિસ્તારમાં કે ગામ, શહેરમાં રહે છે તેના નામ પરથી આપવામાં આવતા હોય છે. ઉ.દા જોઈએ તો રાષ્ટ્રપિતા – ગાંધીજી, રાષ્ટ્રીય સાયર - ઝવેરચંદ મેઘાણી, કલાપી – સુરસિંહજી ગોહિલ, ધુમકેતુ – ગૌરીશંકર જોષી અને આ શિવાય પણ ઘણા લોકોને તખલ્લુસ નામ મળેલ છે.
આજ રીતે રમેશભાઈ અંબાલાલભાઈ ઠાકોર કે જેઓ વાઈબ્રન્ટ મલ્ટીમીડિયા ના ચેરમેન છે અને પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામના વતની છે. તેઓ ડિજીટલ ટેકનોલોજીમા ઘણી સિદ્ધિઓ મેળવી છે સાથે સાથે સારા સામાજિક સેવક પણ છે. આવી પ્રવૃત્તિઓ થકી તેમણે પોતાની અને તેમના ગામનું નામ રોશન કર્યું છે તેમના આ કાર્યને સરાહના કરતાં માજી ક્લાસ ૧ અધિકારી રહી ચુકેલા મહેશભાઈ શર્માએ તેમને તેમના ગામનું ગૌરવ વધારવા બદલ એક કાર્યક્રમમાં ” રૂપિયાવાલા ” તખલ્લુસ આપ્યું છે. મહેશભાઈ શર્મા જણાવે છે કે તેમના ગામનું નામ રૂપિયા થી શરૂ થાય છે. રૂપિયા એ દરેક વ્યક્તિ માટે આજીવિકા માટે અનિવાર્ય છે, આધુનિક યુગ એ પણ ટેકનોલોજીનો યુગ છે જે આજના સમયમાં ઘણું અનિવાર્ય છે તેવુ ડિજીટલ ટેકનોલોજી સાથેનું તેમનું કામ પણ ઘણું સમાજ ઉપયોગી છે આ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને તેમને ” રૂપિયાવાલા ” તખલ્લુસ આપ્યું છે.
આ બાબતે રમેશભાઈ ઠાકોર સાથે ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ તખલ્લુસનો સહર્ષ સ્વીકાર કરે છે અને આનંદ અનુભવે છે કે જ્યાં મારા ગામનું પ્રતિનિધિત્વ કરવાનું હશે ત્યાં પોતાના નામની પાછળ રૂપિયાવાલા તખલ્લુસનો ઉપયોગ કરશે. સાથે સાથે તેમણે આ તખલ્લુસ આપવા બદલ મહેશભાઈ શર્મા સાહેબનો આભાર પણ વ્યક્ત કર્યો.