Breaking NewsLatest

રાજ્યમાં આજે રેકોર્ડબ્રેક 2800થી વધુ નવા કેસ નોંધાયા, રસીકરણ છતા કોરોનાની સ્થિતિ બેકાબુ. આગળનો આદેશ ના થાય ત્યાં સુધી ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓ બંધ: સીએમ

ગાંધીનગર : રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે ફરી રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 2800થી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2815 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 13 લોકોના કોરોના સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં આજે  2063 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,96,713 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
અત્યાર સુધીમાં 62,30,249 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 7,64,347 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 69,94,796 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના અને 45-60 વર્ષનાં કુલ 3,71,055 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 32,624 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 14,298 એક્ટિવ દર્દી છે, જે પૈકી 161 લોકો વેન્ટિલેટર પર છે અને 14,137 લોકો સ્ટેબલ છે. 2,96,713 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 4552 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 13 લોકોનાં દુખદ નિધન થયા છે. સુરત કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 4, ભાવનગર કોર્પોરેશન, રાજકોટ, તાપી અને વડોદરામાં 1-1 લોકોનાં મોત નિપજ્યાં છે. આ પ્રકારે રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ 13 લોકોનાં મોત નિપજ્યાં છે.
સમગ્ર ગુજરાતની ધો 1 થી 9 ની શાળાઓ બંધ..

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓમાં સોમવાર 5 મી એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે.

રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો છે.

નીતિન પટેલે કહ્યું, છેલ્લાં 10 દિવસમાં કેસ બહુ વધ્યાં છે..વડોદરા સર્કિટ હાઉસમાં નીતિન પટેલ રાજ્યમાં ચાલી રહેલી કોરોનાની મહામારી અને વધી રહેલા કેસ તેમજ સ્ટ્રેનને લઈને મહત્વની બેઠક કરી રહ્યા હતા. 4 કલાકની મેરેથોન સમીક્ષા બેઠક બાદ નાયબ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ યોજીને મહત્વની વાતો જણાવી હતી.

નીતિન પટેલે જણાવ્યું હતુ કે, કોરોનાના દર્દીઓ એક સમયે ઓછા થઇ ગયા હતા. હાલમાં સમગ્ર દેશમાં એક સાથે કોરોના પીકની શરૂઆત થઇ ગઈ છે. ગુજરાતમાં પણ કેસમાં ખૂબ વધારો થયો છે. ખાસ કરીને મહાનગરોમાં વધારે કેસ આવે છે. કેમકે આ શહેરમાં ગીચ વસ્તી હોવાથી સંક્રમણ વધુ થાય છે. 10 દિવસથી કોરોના દર્દીમાં વધારો થયો છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને વલસાડના ધરમપુર ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

વલસાડ, સંજીવ રાજપૂત: આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

ગોધરા ખાતે કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને ૧૦ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઇ.

એબીએનએસ, ગોધરા:: જિલ્લા ક્લેક્ટર આશિષકુમારની અધ્યક્ષતામાં જિલ્લામાં કરુણા…

1 of 670

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *